નાનામાં નાનું કામ કરવા પણ તૈયાર છુંઃ હાર્દિક પટેલ
ગાંધીનગર, ગુજરાતની ઐતિહાસિક જીત બાદ વિરમગામ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે તે માંગતો નથી. તે યોગ્યતામાં માને છે. હાર્દિક પટેલે કહ્યું કે તેણે ભાજપ પાસે ટિકિટ પણ માંગી નથી, તે નાનામાં નાનું કામ કરવા પણ તૈયાર છે.
પરંતુ તેને ટીકીટ મળતાં ૧૦ વર્ષ બાદ વિરમગામમાંથી ભાજપ જીત્યું છે. નવી સરકારમાં મંત્રી બનવાના સવાલ પર હાર્દિક પટેલે આ જવાબ આપ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું કે જાે પાર્ટી કહે તો તે દરેક જવાબદારી લેવા તૈયાર છે, પરંતુ તે માંગતો નથી. પોતાની જીતનો શ્રેય વિરમગામની જનતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને આપતાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેમની વિરમગામ બેઠક માટે કોઈ પણ ઉમેદવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો રજુ કર્યો નથી પરંતુ તેમણે એક ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું.
હાર્દિક પટેલે કહ્યું કે આ જ ઢંઢેરાના આધારે વિરમગામમાં વિકાસના કામો થશે. વિરમગામને જિલ્લો બનાવવો તેમની પ્રાથમિકતા છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે વિપક્ષ ગુજરાતની અસ્મિતા વિરુદ્ધ કામ કરી રહ્યો છે માટે કોંગ્રેસને વિપક્ષ માટે લાયક એક બેઠક પણ મળી નથી.
હાર્દિકે કહ્યું કે તે યુવાન છે, તેથી તે દરેક વસ્તુને નવી રીતે કરવાનું વિચારે છે. તેમણે કહ્યું કે તેઓ તેમના મતવિસ્તારના તમામ ગામોમાં જશે અને લોકોનો આભાર માનશે. હાર્દિકે કહ્યું કે જ્યારે આપણે ગામડે ગામડે જઈને મત માંગી શકીએ છીએ ત્યારે આપણે તેમનો આભાર માનવા પણ જવું જાેઈએ.HS1MS