Western Times News

Gujarati News

હજુ ૪૨ વર્ષની છું, ૫૦ પાર કર્યા પછી ફેસ લિફ્ટનું વિચારીશ- રિમી સેન

મુંબઈ, એક્ટ્રેસ શુભોમિત્રા એટલે કે રિમી સેન ઘણાં વર્ષાેથી સ્ક્રિન પર આવી નથી. રિમીની પહેલી હિન્દી ફિલ્મ હંગામા હતી. તે પછી ‘ધૂમ’, ‘દિવાને હુએ પાગલ’, ‘ફિર હેરાફેરી’ જેવી ફિલ્મોમાં રિમી ચમકી હતી. શાહિદ કપૂર, અજય દેવગન અને અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકેલી રિમી ઘણાં સમયથી ગાયબ છે.

રિમીએ નવી ફિલ્મ સાઈન કરી નથી, પરંતુ તે ચર્ચામાં છે. રિમીના ચહેરા પર આવેલી ચમક અને ઘટતી ઉંમર જોઈને તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહેવાય છે. રિમીનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. રેડિટ પર ફરી રહેલા આ ફોટોગ્રાફને જોઈ રિમીએ ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનું કહેવાય છે.

રિમીએ આ અટકળોનો સામનો કરતા જણાવ્યુ હતું કે, લોકોને સારા અર્થમાં લાગતું હોય તે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, તો મારે ખુશ થવું જોઈએ. પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા વગર જ લોકો બોલી રહ્યા છે. મેં તો માત્ર ફિલર્સ, બોટોક્સ, પીઆરપી ટ્રીટમેન્ટ કરાવી છે. ૪૨ વર્ષની રિમીએ કહ્યું હતું કે, હજુ સુધી પ્લાસ્ટિ સર્જરીની જરૂર પડી નથી. ૫૦ વર્ષની ઉંમર પાર કર્યા પછી જરૂર પડશે તો ફેસલિફ્ટ કરાવીશ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.