Western Times News

Gujarati News

હું છું રિયલ લાઈફ પોપટલાલ: તનુજ

મુંબઈ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો મોસ્ટ પોપ્યુલર શો છે. શો ના દરેક પાત્રને ચાહકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હવે આ શો માં મિસ્ટર અય્યરનું પાત્ર ભજવનારા એક્ટર તનુજ મહાશબ્દે પોતાની રિયલ લાઈફ સાથે સબંધિત એક મોટી વાત ચાહકો સાથે શેર કરી છે.

તનુજે જણાવ્યું કે, ‘હું રિયલ લાઈફમાં પોપટલાલ છું.’ હકીકતમાં શો માં પોપટલાલના લગ્ન નથી થઈ રહ્યા. પરંતુ તનુજના રિયલ લાઈફમાં લગ્ન નથી થઈ રહ્યા. તેથી તેણે ખુદને રિયલ લાઈફ પોપટલાલ ગણાવ્યો છે.

તનુજ ૪૪ની ઉંમરમાં પણ કુંવારો છે. એક્ટરે પોતાના લગ્ન અંગે વાત કરતા જણાવ્યું કે, ‘હાં, સ્ક્રીન પર મારી સુંદર પત્ની છે, પરંતુ રિયલ લાઈફમાં હું હજુ સુધી કુંવારો છું. હું રિયલ લાઈફમાં પોપટલાલ છું.

મારા હજુ સુધી લગ્ન નથી થયા, પરંતુ હવે જ્યારે હું આ અંગે વાત કરી રહ્યો છું, તો આશા કરું છું કે, ટૂંક સમયમાં કંઈક પોઝિટિવ થઈ જશે.’એક્ટરને પૂછવામાં આવ્યું કે, શું વ્યસ્ત પ્રોફેશનલ લાઈફના કારણે તમે પર્સનલ લાઈફ પર ફોકસ નથી કરી શકતા? આ સવાલનો જવાબ આપતા તેણે કહ્યું કે, ‘કદાચ, મને તેનું કારણ નથી ખબર.’

તનુજ મહાશબ્દેએ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે કામ કરવાના પોતાના અનુભવ પર પણ વાત કરી. એક્ટરે કહ્યું કે, ‘શો ની શરૂઆતમાં સાઉથ ઈન્ડિયનનો રોલ પ્લે કરવો મારા માટે ખૂબ મુશ્કેલ હતું. શરૂઆતમાં હું ખૂબ જ ઝડપથી બોલતો હતો, પરંતુ પછી દિલીપ જોશીએ મારી મદદ કરી. અસિત ભાઈએ પણ મારી મદદ કરી હતી.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.