Western Times News

Gujarati News

હું યોગ્ય જગ્યાએ બોલ નાખવાનો પ્રયાસ કરી રહ્યો છુંઃ મો શમી

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમે ICC ODIવર્લ્ડ કપની સેમિફાઇનલમાં સતત ૭ મેચ જીતીને ગર્વભેર જગ્યા બનાવી છે. ૨ નવેમ્બર ગુરુવારે રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને એકતરફી રીતે હરાવ્યું હતું. મોહમ્મદ શમી એ જ બોલર છે જેને વર્લ્ડ કપની પ્રથમ ૪ મેચોમાં ટીમ ઈન્ડિયાની બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ ત્યાર બાદ ટીમમાં આવતાની સાથે જ તેણે ટીમ ઈન્ડિયા માટે મેચો જીતવાનું અને વિકેટો ખેરવવાનું શરૂ કરી દીધું હતું.

શમીએ શ્રીલંકા સામે ૫ વિકેટ લીધી હતી. મેચ બાદ તેણે પોતાના શાનદાર પ્રદર્શનનું રહસ્ય જણાવ્યું. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં વાત કરતી વખતે મોહમ્મદ શમીએ કહ્યું હતું કે, “હું યોગ્ય જગ્યાએ બોલ નાખવાનો પ્રયાસ કરી રહ્યો છું. યોગ્ય લય પકડવાનો પ્રયાસ કરી રહ્યો છું. કારણ કે જાે તમે મોટી ટૂર્નામેન્ટમાં તમારું ફોર્મ ગુમાવો છો તો તમારા માટે વાપસી કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે.

અત્યારે મારું ધ્યાન યોગ્ય લેન્થ પર બોલિંગ કરવા પર છે. તમને સાચું કહું તો આ આખો આઇડિયા ઘણા અંશે કામ કરી રહ્યો છે સફળતા મળી રહી છે. શમીએ આગળ કહ્યું હતું કે, “મારું પ્રદર્શનપ તે રોકેટ સાયન્સ નથી.

તે માત્ર લયની બાબત છે. અમારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તમને લોકોનો પ્રેમ મળે. અમને ભારતમાં ચાહકો તરફથી ઘણો પ્રેમ મળે છે. જ્યારે તમે ભારતની બહાર જાઓ છો ત્યારે પણ ચાહકો અમને ખૂબ સપોર્ટ કરે છે. હું બધાને મારા પ્રદર્શનથી ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું. મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ૩ મેચ રમ્યો છે. તેણે માત્ર ૩ મેચમાં ૧૪ વિકેટ ઝડપી છે.

શમીએ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે પણ શાનદાર બોલિંગ કરી હતી. રોહિત શર્માએ શમીને પ્રથમ ૪ મેચમાં તક આપી ન હતી. તેના સ્થાને કેપ્ટન રોહિત શર્માએ શાર્દુલ ઠાકુરને પ્લેઈંગ ઈલેવનમાં અજમાવ્યો હતો કારણ કે તે સ્વિંગની સાથે બેટિંગ પણ કરી શકે છે. પરંતુ હાર્દિક પંડયાનાં ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ કોમ્બિનેશનમાં ફરક પડ્યો હતો અને શમીને ટીમમાં એન્ટ્રી મળી હતી. તક મળતાંની સાથે જ તેણે પહેલી મેચમાં ૫ ત્યાર પછી ૪ અને શ્રીલંકા સામેની પોતાની ત્રીજી વર્લ્ડકપ મેચમાં ૫ વિકેટ ઝડપી બતાવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.