Googleમાં નોકરી મેળવવા ૪-૫ નહીં ૩૯ વાર અરજી કરી
સેન ફ્રાન્સિસ્કા, ‘કોશિશ કરને વાલોં કી હાર નહીં હોતી’, આ કવિતા તમે ઘણી વાર વાંચી હશે, પરંતુ ટાયલર કોહેન નામના યુવકે આ વાતને સાર્થક કરી બતાવી છે. જીદ કહો કે ધગશ, ટાયલર પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતો રહ્યો અને આખરી પોતાની ડ્રીમ જાેબ મેળવીને રહ્યો. ટાયલર કોહેન ગૂગલ કંપનીમાં કામ કરવા માંગતો હતો અને આ માટે તેણે ચાર-પાંચ નહીં, ૩૯ વાર પ્રયત્ન કર્યો હતો.
આખરે ૧૯મી જુલાઈના રોજ તેને નોકરી મળી ગઈ હતી. ટાયલરે ગૂગલ સાથેના તમામ ઈમેઈલનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. ટાયલર કોહેન સેન ફ્રાન્સિસ્કોમાં રહે છે.
ઉલ્લેખનીય છે કે ગૂગલમાં નોકરી મેળવતા પહેલા તે ડોરડેશ નામની કંપનીમાં અસોસિએટ મેનેજર-સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સ તરીકે કામ કરતો હતો. ટાયલરે સફળતાની આ કહાની પોતાના ન્ૈહાીઙ્ઘૈંહ અકાઉન્ટ પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.
ટાયલર જણાવે છે કે, ખંત અને ગાંડપણ વચ્ચે એક પાતળી રેખા હોય છે. મને હજી નથી સમજાતું કે હું કઈ બાજુ હતો. ૩૯ વાર રિજેક્ટ થયા પછી એક વાર સ્વીકાર થયો. આ સાથે જ તેણે #acceptedoffer #application વગેરે હેશટેગ પણ આપ્યા છે.
નોંધનીય છે કે હજારો લોકો આ પોસ્ટ લાઈક કરી ચૂક્યા છે અને સેંકડો લોકો કમેન્ટ કરી રહ્યા છે. ચારેબાજુ ટાયલરની આ કહાની વાયરલ થઈ ગઈ છે. અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ લોકો ખૂબ શેર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટાયલરે ૨૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ પ્રથમ વાર અરજી કરી હતી.
તેણે શેર કરેલા સ્ક્રીનશોટમાં ગૂગલ તરફથી મળેલો રિસ્પોન્સ જણાઈ રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં તેણે બે વાર ફરીથી અરજી કરી હતી. બન્ને વાર તેને રિજેક્શનનો સામનો કરવો પડ્યો. જૂન ૨૦૨૦માં ટાયલરે ફરીથી પ્રયત્ન કરવાની શરુઆત કરી પરંતુ ત્યારપછી પણ અનેકવાર હારનો સામનો કરવો પડ્યો.
લોકો ટાયલર કોહેનની આ ઉપલબ્ધિથી ઘણાં પ્રભાવિત થયા છે. અનેક લોકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ સાથે જ ઘણાં લોકો પોતાના અનુભવો પણ શેર કરી રહ્યા છે. એક યુઝર લખે છે કે, મેં અમેઝોનમાં ૧૨૦થી વધારે વાર અરજી કરી અને આખરે નોકરી મેળવી હતી.SS1MS