હું બજેટ સંભાળી શકું છું અને મારો ભાઈ અગસ્ત્ય ચા બનાવી શકે છે: નવ્યા
નાની જયા બચ્ચન વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, તેણે તેમને એકલા હાથે ઘર સંભાળતા જાેયા છે
અગાઉ કહેલી વાતથી ફરી ગઈ બિગ બીની દોહિત્રી નવ્યા નંદા
મુંબઈ, અમિતાભ બચ્ચનની દોહિત્રી અને શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની કદાચ એક માત્ર તેવી સ્ટારકિડ છે, જે પરિવારના પગલે-પગલે એક્ટિંગની દુનિયામાં પ્રવેશી નથી. આ સિવાય પારિવારિક બિઝનેસમાં કંઈક કરવાના બદલે તે આંત્રપ્રિન્યોર બની છે અને વિવિધ સામાજિક મુદ્દાને સામે લાવી રહી છે. હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે તેના બિઝનેસ વેન્ચર અને પરિવાર વિશે વાત કરી હતી. I can manage the budget and my brother Agastya can make tea: Navya
બચ્ચન અને નંદા પરિવારના સભ્યોમાં તે કોને આદર્શ માને છે તેમ પૂછવા પર તેણે નાનાનું નહીં પરંતુ પરિવારની મહિલાઓનું નામ લીધું હતું અને કહ્યું હતું, તેના જીવનમાં જે મહિલાઓ છે તેની તાકાત અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેને પસંદ છે. નાની જયા બચ્ચન વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, તેણે તેમને એકલા હાથે ઘર સંભાળતા જાેયા છે. નવ્યા નવેલી નંદાએ ગત વર્ષે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના ઘરમાં પર દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. કોઈ મહેમાન આવે તો તેને પાણીનો ગ્લાસ લઈ આવવા માટે કહેવામાં આવે છે, તેના ભાઈને નહીં.
પરંતુ હવે આ ઈન્ટરવ્યૂમાં તેણે કંઈક અલગ જ વાત કહી હતી. તેનું કહેવું હતું કે, ભાઈ અગસ્ત્ય અને તેની વચ્ચે ઘરની ડ્યૂટી સરખા ભાગે વહેંચવામાં આવી છે. તેણે કહ્યું હતું કે ‘મારા દાદીએ મને જે કહ્યું હતું તે હું હંમેશા યાદ રાખીશ. તેમણે કહ્યું હતું કે, મહિલાઓ શ્રેષ્ઠ આંત્રપ્રિન્યોર હોય છે. તેઓ મેનેજમેન્ટ સ્કિલ સાથે જન્મે છે. ગૃહિણીઓ જે કામ કરે છે તે કંપનીમાં સીઈઓ જે કરે છે તેનાથી સરળ હોતું નથી.
મારા મમ્મી મારો અને મારા ભાઈનો ઉછેર સમાનતા સાથે કર્યો છે’. વધુમાં તેણે કહ્યું હતું કે ‘ફાઈનાન્સ અને બજેટની જવાબદારી અમારી વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવી હતી. અને હવે અમે સ્વતંત્ર રીતે કમાણી કરી રહ્યા છીએ ત્યારે પૈસાનું મૂલ્ય સમજીએ છીએ. હું એ કરું છું જે મારો ભાઈ કરે છે અને તે એ કરે છે જે હું કરું છું. હું ઘરનું બજેટ સંભાળી શકું છું અને જાે મહેમાન આવે તો તે તેમના માટે ચા બનાવી શકે છે.
નવ્યા નવેલી નંદા સોશિયલ આંત્રપ્રિન્યોર છે, જે મહિલાઓની હેલ્થના ફીલ્ડમાં કામ કરે છે. બીજી તરફ તેનો ભાઈ અગસ્ત્ય નંદા ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગમાં ડેબ્યૂ કરવાનો છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર નવેમ્બર ૨૦૨૩માં રિલીઝ થશે. જેમાં સુહાના ખાન, ખુશી કપૂર, વેદાંગ રૈના, મિહિર આહુજા, અદિતિ દોત અને યુવરાજ મેંદા જેવા કલાકારો છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો, નવ્યા નવેલી નંદા સિદ્ધાંત ચતુર્વેદીને ડેટ કરી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને ઘણીવાર સાથે પાર્ટી કરતાં અને એકબીજાની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ કરતાં દેખાયા છે. જાે કે, આજ સુધી જાહેરમાં સંબંધોને સ્વીકાર્યા નથી. બીજી તરફ, અગસ્ત્ય નંદાનું નામ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન સાથે લિંક થઈ રહ્યું છે.ss1