હું ભ્રષ્ટાચાર કરવા કે પૈસા કમાવા રાજકારણમાં આવ્યો નથીઃ કેજરીવાલ
નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીનું રાજકારણ કળી ઉઠ્યું છે. કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ આતિશી દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા છે. કેજરીવાલ હવે પાર્ટીને મજબૂત કરવા માટે કામે લાગી ગયા છે,
કેજરીવાલે રવિવારે દિલ્હીના જંતર-મંતર મેદાન ખાતે ‘જનતા કી અદાલત’નું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે છેલ્લા ૧૦ વર્ષમાં તેમની સરકારના કામોની વિગતો લોકોને આપી અને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો મુક્યા હતા.
કેજરીવાલે કહ્યું, “અમે છેલ્લા દસ વર્ષમાં ઈમાનદારીથી સરકાર ચલાવી. વીજળી અને પાણી મફત આપ્યા, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉત્તમ બનાવી. પરંતુ મોદીજીને લાગ્યું કે જો તેમણે અમારા પર વિજય મેળવવો હશે તો તેમણે અમારી ઈમાનદારી પર પ્રહાર કરવો પડશે.
તેઓએ અમને બેઈમાન સાબિત કરવાનું ષડયંત્ર રચ્યું અને આ અંતર્ગત મને, સિસોદિયા અને મારી પાર્ટીના ઘણા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા.” રાજીનામા અંગે કેજરીવાલે કહ્યું કે, “મેં રાજીનામું આપ્યું કારણ કે હું ભ્રષ્ટાચાર કરવા કે પૈસા કમાવવા માટે રાજકારણમાં આવ્યો નથી. મારો હેતુ દેશની રાજનીતિ બદલવાનો છે. હું જલ્દી જ સીએમ બંગલો ખાલી કરી દઈશ, હાલ મારી પાસે પોતાનું ઘર નથી.”
કેજરીવાલે ભાવુક થતા કહ્યું કે, “દસ વર્ષમાં મેં માત્ર જનતાનો પ્રેમ જ કમાયો છે. ઘણા લોકોએ મને ફોન કરીને મારું ઘર લઇ લો. શ્રાદ્ધ પૂર્ણ થયા બાદ અને નવરાત્રિ શરૂ થશે, હું કોઈના ઘરે રહેવા જઈશ.”
કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું, “આ નેતાઓ પર આરોપોની કોઈ અસર નથી કારણ કે તેઓ જાડી ચામડીના છે. પરંતુ હું કોઈ નેતા નથી, હું એક સામાન્ય માણસ છું અને મારા પર લાગેલા આરોપો મને અસર કરે છે. મેં જાહેર અદાલતમાં આવવાનું નક્કી કર્યું કારણ કે હું આ આરોપો સાથે જીવી શકતો નથી.
જો હું બેઈમાન હોત તો મેં ૩૦૦૦ કરોડ રૂપિયાની મફત વીજળી લોકોને મફત ના આપી હોત, મહિલાઓને મફત ભાડું ન આપ્યું હોત અને બાળકો માટે શાળાઓ ન બનાવી હોત.”SS1MS