Western Times News

Gujarati News

મારે ફિલ્મમાં કમબેક કરવું નથી, મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથીઃ આયેશા

મુંબઈ, આયેશા ટાકિયાએ લગ્ન બાદ ફિલ્મો અને જાહેર જીવનથી અંતર રાખ્યું છે. દિલ માંગે મોર, ડોર, વોન્ટેડ, સલામ-એ-ઈશ્ક જેવી ફિલ્મોથી જાણીતી બનેલી આયેશા ટાકિયા ફેબ્›આરી મહિનામાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

આયેશાની સાથ તેનો દીકરો પણ હતો. તે સમયે આયેશના બદલાયેલા લૂકની ચર્ચાઓ થઈ હતી અને આયેશા ગુસ્સે થઈ હતી. તાજેતરમાં ફરી એક વાર આયેશના બદલાયેલા લૂકને ટ્રોલર્સે નિશાન બનાવ્યો છે.

આયેશાએ પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાની સુંદરતા બગાડી હોવાનું ટ્રોલર્સ કહી રહ્યા છે. ટ્રોલર્સથી કંટાળીને આયેશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જ ડીએક્ટિવેટ કરી દીધું છે. ૧૯ ઓગસ્ટે આયેશાએ સાડી લૂકમાં પોતાના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.

જેમાં આયેશા સહેજ પણ ઓળખી શકાય તેવી ન હતી. જેના કારણે આયેશાએ પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની કોમેન્ટ્‌સ શરૂ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આયેશાએ સમાજવાદી પક્ષના નેતા અબુ આઝમીના દીકરા ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરો પણ છે. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં અલગ લૂક માટે ટ્રોલ થયાં બાદ આલિયાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાયો કર્યાે હતો.

આયેશાએ જણાવ્યું હતું કે, તે ફ્લાઈટ માટે પહોંચી ત્યારે પાપારાઝીએ અટકાવી હતી અને કેટલાક ફોટોગ્રાફ્સ લીધા હતા. આ ફોટોગ્રાફ્સ જાણે કે દેશનો સૌથી મોટો વિષય બની ગયા હતા.

ફિલ્મોમાં કામ બંધ કર્યાને ૧૫ વર્ષ થઈ ગયાં છે. તે સમયે ટીનએજર હતી અને આટલા વર્ષે તો દેખાવ બદલાય ને! મારે ફિલ્મોમાં કમબેક કરવાની કોઈ ઈચ્છા નથી. મારે કેવા દેખાવું જોઈએ તે અંગે કોઈના અભિપ્રાયની જરૂર નથી. હું ખુશીથી જીવી રહી છું અને લાઈમલાઈટમાં આવવાની ઈચ્છા નથી. તેથી મારા વિશે વાતો કરવાની કોઈ જરૂરિયાત નથી. ૧૫ વર્ષ બાદ પણ કોઈ છોકરી એવી ને એવી જ દેખાતી હોય, તેવી અપેક્ષા રાખી શકાય નહીં.

આવી ખોટી વાતો કરનારા લોકોએ પોતાની શક્તિને યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લેવી જોઈએ. તાજેતરમાં ફરી એક વખત પ્લાસ્ટિક સર્જરી બાબતે ટ્રોલિંગ શરૂ થતાં આયેશા સમસમી ગઈ હતી. આ વખતે કોઈ જવાબ આપવાના બદલે આયેશાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જ ડીએક્ટિવેટ કરી દીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.