હું ઇશા વિશે કંઇ કહેવા નથી માગતો કારણ કે શો હવે પતી ગયો છે: અભિષેક કુમાર
મુંબઈ, અભિષેક કુમારને બિગ બોસ ૧૭ના પહેલા રનર અપ તરીકે સંતોષ માનવો પડ્યો છે. તેને ઘણા લોકો સપોર્ટ કરી રહ્યાં હતાં, જો કે કેટલાંક લોકો ઇચ્છતા ન હતાં કે ટોપ ૨માં પહોંચે, ખાસ કરીને લાફા કાંડ બાદ તેની છવિ ખરાબ થઇ ગઇ હતી. તેમ છતાં, તેણે સારી ગેમ રમી અને શોના છેલ્લા કેટલાંક અઠવાડિયામાં ખૂબ પોપ્યુલારિટી મેળવી. શોમાં ઇશા માલવીય સાથે તેને પાછલા સંબંધો ચર્ચામાં રહ્યાં.
અભિષેક કુમારે ‘બિગ બોસ ૧૭’ની શરૂઆતથી ઇશા માલવીય માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોને લાગ્યું કે આ શોમાં તેની ગેમનો ભાગ છે. જ્યારે એક્ટરે આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે,’ હું ક્યારેય રિલેશનશિપની આસપાસ ગેમ રમવા માગતો ન હતો.
શોમાં મારા ઘણા અન્ય રિલેશનશિપ હતાં, લોકોએ તે જોયું હતું. એવું ન હતું કે મે આ ટોપિસને લઇને પોતાનો ગેમ પ્લાન બનાવ્યો હતો. અભિષેક કુમારે કહ્યું કે તે પાછલા રિલેશનથી આગળ વધી ગયો છે.
તેને જ્યારે ‘બિગ બોસ ૧૭’ના ફિનાલે વીકમાં તેના આઇડલ પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ઇશા જેવી છોકરી સાથે રિલેશનશિપ ઇચ્છે છે.
જ્યારે અભિષેક કુમારને પૂછવામાં આવ્યું કે, હજુ પણ ઇશા માલવીયને પ્રેમ કરે છે તો તેણે કહ્યું, હું ઇશા વિશે કંઇ કહેવા નથી માગતો કારણ કે શો હવે પતી ગયો છે. અભિષેક કુમારે વધુમાં કહ્યું કે, હું ફક્ત એટલું જ કહેવા માગુ છું કે હવે તે બધુ ખતમ થઇ ગયું છે અને હવે ઇશાને લઇને કોઇ સવાલ ન પૂછો. હું તેના સંપર્કમાં નહી રહું. શોમાં આવતા પહેલા આશરે એક વર્ષ સુધી અમે કોન્ટેક્ટમાં ન હતાં.
અભિષેક કુમારના માતા-પિતાને દીકરા પર ગર્વ છે. તે છેલ્લે કહે છે કે, મારા માતા-પિતા સ્ટેજ પર સલમાન ખાન સાથે મને જોઇને ભાવુક અને ખુશ થયા. તેમને મારા પર ગર્વ છે. જણાવી દઇએ કે મુનવ્વર ફારૂકી ‘બિગ બોસ ૧૭’ની ટ્રોફી જીતવામાં સફળ રહ્યો.SS1MS