સાઈકલિંગના શોખને કારણે મેં 300 વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યુંઃ મોહિત શર્મા
“દૂસરી મા: સીરીયલનો અભિનેતા મોહિત શર્માઃ સાઈકલ સવારી મારે માટે થેરપી છે
ઘણા બધા લોકો માટે સાઈકલિંગ કાર્ડિયો વર્કઆઉટનું અગ્રતાનું સ્વરૂપ છે, જે ભરપૂર લાભો આપે છે. રેડિયો જોકીમાંથી અભિનેતા બનેલા અને એન્ડટીવી પર દૂસરી મામાં મનોજની ભૂમિકા ભજવતો મોહિત શર્મા પણ પ્રોફેશનલ સાઈકલિસ્ટ છે અને સાઈકલિંગ ગમે છે અને તેના વ્યસ્ત સમયમાંથી હંમેશાં સાઈકલિંગ માટે સમય કાઢે છે અને તે તેને થેરાપ્યુટિક લાગે છે.
સાઈકલિંગ માટે પ્રેમ વિશે બોલતાં દૂસરી મામાં મનોજની ભૂમિકા ભજવતો મોહિત શર્મા કહે છે, “મારા શાળાના દિવસોમાં હું મારા ફ્રેન્ડ્સ સાથે સાઈકલિંગ માણતો હતો. અમે બધાએ ગલીઓમાં મજેદાર સમય વિતાવ્યો. જોકે સમય પસાર થતાં અમે બધાએ બાઈક સવારી અને કાર ડ્રાઈવ કરવાનું શરૂ કર્યું.
જોકે લોકડાઉન પછી મારી બાળપણની યાદોને તાજી કરવા સાઈકલ ખરીદી કરવાનું નક્કી કર્યું. મારો તે સૌથી બુદ્ધિશાળી નિર્ણયમાંથી એક હતો. તે સમયે મને સાઈકલ ચલાવવા અને જયપુરની ખાલી ગલીઓ, જૂનાં મંદિરો, સ્મારકો જોવા અને મારી પાડોશમાં બધાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માણવા માટે મને ભરપૂર સમયમળ્યો હતો. મારી કારમાં બેસીને આ સુંદર નજારો હું જોઈ શક્યો નહીં હોત.
હું પાણીનાં તળાવો અને નૈસર્ગિક જગ્યાઓ ગૂગલ મેપ પર શોધતો અને સાઈકલ પર ત્યાં પહોંચી જતો હતો. તેનાથી મેં અગાઉ જોઈ નહોતી તેવી ઘણી બધી બાબતો જોઈ શક્યો. તે સમયે મેં મારા ઘર નજીક સુંદર તળાવ શોધી કાઢ્યું. ઉપરાંત મેં 300 વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું અને નજીકના ગામમાં મારા માસ્ટરજીને પણ શોધી કાઢ્યા, જ્યાં તેઓ આઝાદીના વર્ષથી રહેતા હતા. સાઈકલિંગને આભારી હવે હું ઘણાં બધાં સુંદર સ્થળોની મુલાકાત લઈ શકું છું, ત્યાં બેસીને રિલેક્સ કરી શકું છું.”
સાઈકલિંગ હવે તેનો શોખ બની ચૂક્યો છે અને સ્વસ્થ રહેવા માટે જીવનની રીત પણ છે. મોહિત ઉમેરે છે, “શારીરિક રીતે તંદુરસ્ત અને માનસિક રીતે મજબૂત રહેવાનું મહત્ત્વપૂર્ણ છે. મારા ફિટનેસના નિત્યક્રમના ભાગરૂપે હું સાઈકલિંગ સાથે દિવસની શરૂઆત કરું છું.
મેં શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે સાઈલિંગ પસંદ કર્યું પરંતુ તે મારે માટે થેરપીનું કામ પણ કરે છે. સાઈકલિંગ મારો તાણ અને બેચેની દૂર કરે છે અને મને ખુશી આપે છે. સાઈકલિંગ કરું છું ત્યારે રસ્તા પર ધ્યાન કેન્દ્રિત રાખવું પડે છે અથવા તેનાથી મારી અંદર એકાગ્રતા વિકસી છે અને વર્તમાન અવસર વિશે જાગૃત રહું છું. હું હવે 50 કિમીથી વધુ અંતર સાઈકલ ચલાવી શકું છું અને વિવિધ સાઈકલિંગ મેરેથોન અને રેસમાં ભાગ પણ લઉં છું.”