Western Times News

Gujarati News

હું નવરાત્રિ દરમ્યાન મંદિરે જાઉં છું અને સાત્વિક ભોજન ખાઉં છુઃ અંગૂરી ભાભી

નવરાત્રિ એટલે નવ રાત, જે ભારતના ઘણા બધા ભાગોમાં અત્યંત લોકપ્રિય અને વ્યાપક રીતે ભજવવામાં આવતા હિંદુ તહેવારમાંથી એક છે. આ તહેવાર આખલાના માથાવાળા રાક્ષક મહિસાસુર સામે લડનારી દેવી દુર્ગાની જીતની ખુશીમાં ઊજવવામાં આવે છે. નવરાત્રિના રીતરસમો અને પરંપરાઓ પ્રદેશથી પ્રદેશ ભિન્ન હોય છે

ત્યારે બધા દ્વારા એક સામાન્ય વ્યવહાર પાલન કરાય તે ઉપવાસ અને ગરબાના રૂપમાં જીવંત નૃત્ય કરવામાં આવે તે છે. એન્ડટીવીના કલાકારો નવરાત્રિની ઉજવણી માટે પોતાની યોજનાઓ જણાવે છે.

આમાં આયુધ ભાનુશાલી (કૃષ્ણા, દૂસરી મા), હિમાની શિવપુરી (કટોરી અમ્મા, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “મને તહેવારો ગમે છે. ઈન્દોરમાં હું તાજેતરમાં ગણેશચતુર્થીની ઉજવણી કરવા ગઈ હતી અને હવે નવરાત્રિની ઉજવણી કરવા માટે સુસજ્જ છું. હું નવરાત્રિના નવ દિવસમાં કમસેકમ એક વાર મંદિરે જાઉં છું અને સાત્વિક ભોજન ખાઉં છું.

માનવામાં એવું આવે છે કે નવરાત્રિનો દરેક દિવસ ચોક્કસ રંગ સાથે સંકળાયેલો છે, જે કાંઈક અજોડનું પ્રતીક છે અને હું દરેક દિવસે નિયુક્ત રંગ સાથે મારા પોશાકનો સમન્વય સાધવા પ્રયાસ કરું છું. આ વર્ષે હું મારી સોસાયટીમાં દાંડિયા અને ગરબા રમવા જવાની છું. હું દરેકને આનંદિત અને સમૃદ્ધ નવરાત્રિની મનઃપૂર્વક શુભેચ્છા આપું છું.”

દૂસરી માનો આયુધ ભાનુશાલી ઉર્ફે કૃષ્ણા કહે છે. “ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રિ વિશે ઉત્સુકતા મારી સાથે મારા આખા પરિવારને રહે છે. તૈયારીઓ બહુ અગાઉથી શરૂ થઈ જાય છે. અમારા ઘરમાં બધા નવ દિવસના ઉપવાસ કરે છે ત્યારે બાળકોને ઉપવાસ કરવા દેવાતા નથી.

જોકે સાંજે આરતી અને ત્યાર પછી અમારા ઘરમાં સુંદર શણગારેલા માટલા સામે ગરબા રમવાની પરંપરા અમને બધાને ખુશી આપે છે. અમે ગરબાનો પોશાક પહેરીએ છીએ અને એકત્ર નૃત્ય કરી છીએ, જે મને બહુ ગમે છે અને દર વર્ષે તેની ઉત્સુકતા રહે છે. અમે ગરબા માટે અમારા મિત્રો સાથે જોડાવા નજીકનાં મેદાનોમાં પણ જઈએ છીએ અને આખી રાત નૃત્ય કરીએ છીએ. નિઃશંક રીતે આ મારા ફેવરીટ તહેવારમાંથી એક છે, જેની ભક્તિભાવ અને જોશ સાથે ઉજવણી કરાય છે.”

હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, “નવરાત્રિ દરમિયાન ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘણા બધા લોકો ઉપવાસ રાખે છે. મારી માતા અને દાદી નવ દિવસ માટે ઉપવાસ રાખતી, કારણ કે તમારા આધ્યાત્મિક વ્યવહારમાં પ્રગતિ કરવાનો અને માતા દેવીની ઊર્જા જાગૃત કરવાનો અથવા તમારા શરીર- મનને શુદ્ધ કરવાનો આ સમય હોય છે. આ નવ દિવસ મીઠું, કાંદા, લસણ ખાવાનું ટાળવામાં આવે છે.

મારી માતા બધું જ સાત્વિક બનાવતી હતી. હું પણ તે પરંપરા અને રીતરસમનું આજે પણ પાલન કરું છું. વર્ષોનાં વહાણાં વીતવા સાથે મને ખ્યાલ આવ્યો છે કે ઉપવાસ આપણા શરીરની સફાઈ માટે અસરકારક ઉપાય છે. શરીર સાફ થાય તો મન શાંત થાય છે અને વધુ શાંતિપૂર્ણ બને છે, કારણ કે શરીર અને મન વચ્ચે ઘેરો સંબંધ છે. હું નવ દિવસ દીવાઓ પ્રગટાવું છું અને દીવામાં તેલ અથવા ઘી સમાપ્ત નહીં થાય તેનું ધ્યાન રાખું છું. હું આ નિમિત્તે દરેકને નવરાત્રિની શુભેચ્છા આપું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.