મારી પર ૨૫ કેસ છે, વધુ ૨૫ કરો, હું ડરતો નથીઃ રાહુલ ગાંધી
બારાપેટા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જાેડો ન્યાય યાત્રા હાલ આસામમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેમણે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર આકરા પ્રહારો કરીને કહ્યું કે મને ખબર નથી કે તેમના (હિમંતા બિસ્વા સરમા) મગજમાં ક્યાંથી આવ્યું કે તેઓ રાહુલ ગાંધીને ડરાવી શકે છે.
તમે જેટલા ઈચ્છો તેટલા કેસ દાખલ કરો, ‘૨૫ કેસ દાખલ છે, વધુ ૨૫ કરી દો, હું ડરતો નથી.’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આસામના બારાપેટામાં ભારત જાેડો ન્યાય યાત્રા દરમિયાન દાવો કર્યો હતો કે હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે અને મુખ્યમંત્રીનું નિયંત્રણ સંપૂર્ણ રીતે અમિત શાહના હાથમાં છે, જાે હિમંતા બિસ્વા સરમા અમિત શાહ વિરુદ્ધ કંઈપણ બોલવાની હિંમત કરશે તો તેમને પાર્ટીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે.
કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મને ખબર નથી કે તેમના (હિમંતા બિસ્વા સરમા) મગજમાં ક્યાંથી આવ્યું કે તેઓ રાહુલ ગાંધીને ડરાવી શકે છે. ‘તમે જેટલા ઈચ્છો તેટલા કેસ દાખલ કરો, હું ડરતો નથીપ ૨૫ કેસ દાખલ છે, હજું વધુ ૨૫ કેસ દાખલ કરી દો..’તેનાથી મને કોઈ ફરક પડવાનો નથી.
હું ભારતીય જનતા પાર્ટી (બીજેપી)થી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)થી ડરતો નથી. રાહુલ ગાંધીએ ૧૪ જાન્યુઆરીએ ભારત જાેડો ન્યાય યાત્રા શરૂ કરી હતી જે ૧૮ જાન્યુઆરીએ આસામ પહોંચી હતી. અહીં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વચ્ચે વિવાદ વકરી રહ્યો છે.
સરમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા દેખાવ, ઉશ્કેરણી, જાહેર સંપત્તિને નુકસાન અને પોલીસકર્મીઓ પર હુમલાને ધ્યાનમાં રાખીને, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, કન્હૈયા કુમાર અને અન્ય નેતાઓ વિરુદ્ધ એફઆઈઆરનોંધવામાં આવી છે. SS2SS