હું હંમેશાથી શ્રદ્ધા કપૂર તરફ એટ્રેક્ટેડ રહ્યો છું: ટાઈગર
મુંબઈ, બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફનો દીકરો ટાઈગર શ્રોફ બોલીવુડનો મોસ્ટ એલિજિબલ બેચલર છે. દિશા પાટની સંગ બ્રેકઅપ પછી ટાઈગર પોતાના સિંગલ સ્ટેટસને એન્જાેય કરી રહ્યો છે. ટાઈગરે પોતાના માટે નવા પાર્ટનરની શોધ શરૂ કરી દીધી છે.
પરંતુ શું તમે જાણો છો કે દિશા સંગ બ્રેકઅપ પછી ટાઈગરનું દિલ એક બીજી એક્ટ્રેસ પર આવ્યું છે. જાણવા નહીં માગો કે તે કઈ અભિનેત્રી છે.
ટાઈગર શ્રોફ કરણ જાેહરના સ્પાઈસી શો કોફી વીથ કરણના શોમાં જાેવા મળશે. કોફી વીથ કરણના કાઉચ પર ટાઈગર શ્રોફ પોતાની લવ લાઈફને લઈને અનેક ખુલાસા કરતો જાેવા મળશે.
View this post on Instagram
કરણ જાેહરના શોમાં ટાઈગરે ફાઈનલી પોતાના રિલેશનશીપ સ્ટેટસને ક્લિયર કરી દીધું છે. ટાઈગરે શોમાં જણાવ્યું કે આ સમયે તે સિંગલ છે. ટાઈગરે શોમાં એ પણ ખુલાસો કર્યો કે તે બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરને પસંદ કરે છે. અને તેના પ્રત્યે એટ્રેક્ટેડ ફીલ કરે છે. ટાઈગરે શોમાં જણાવ્યું કે હું હાલ તો સિંગલ છું. હું તો એવું જ વિચારું છું. હું કોઈને શોધી રહ્યો છું.
ટાઈગર આટલે જ અટક્યો ન હતો. તેણે આગળ કહ્યું કે હું હંમેશાથી શ્રદ્ધા કપૂર તરફ એટ્રેક્ટેડ રહ્યો છું. મને લાગે છે કે તે શાનદાર અભિનેત્રી છે.
ટાઈગરે કરણ જાેહરના શોમાં એટલું તો સ્પષ્ટ કરી દીધું કે તે અને દિશા પાટનીનો રસ્તો હવે અલગ થઈ ગયો છે. ટાઈગર હવે પોતાની જિંદગીમાં મૂવ ઓન કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ટાઈગર શ્રોફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટરે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. ટાઈગર શ્રોફે વર્ષ ૨૦૧૪માં હીરોપંતીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. તે ટૂંક સમયમાં ગણપથ ફિલ્મમાં જાેવા મળશે.
આ ફિલ્મમાં તે કૃતિ સેનનની સાથે લીડ રોલમાં જાેવા મળશે. અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં કેમિયો કરતો જાેવા મળશે. ટાઈગરની આ ફિલ્મને રિલીઝ પછી દર્શકોને કેટલો પ્રેમ મળશે તે તો સમય જ બતાવશે.SS1MS