‘મારી પણ એક ઓળખ છે, હું માત્ર કોઈની એક્સ નથી’
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/Harlin-Shety-1024x1024.webp)
મુંબઈ, હરલીન સેઠીને તેની પોતાની સફળ કારકિર્દીને બદલે ઓળખવાને બદલે મોટા ભાગે વિકી કૌશલની એક્સ તરીકે ઓળખવામાં આવે છે.
ખાસ તો વિકી કૌશલ સાથે બ્રેક અપ બાદ તેના પર આ લેબલ લગાવી દેવામાં આવ્યું છે. વિકી કૌશલ જ્યારે સ્ટાર નહોતો બન્યો અને હરલીન પણ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે તેઓ કારકિર્દીની શરૂઆતના સમયમાં ડેટ કરતાં હતાં. તેમનો રોમાન્સ પણ કોઈથી છૂપો નહોતો.
પરંતુ સમયાંતરે બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા. જેનાથી તેમના અંગત જીવન પર સવાલો ઉઠતાં થયાં હતાં. ત્યારે હવે અંતે હરલીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં હરલીને કહ્યું કે તેના કામ અને મહેનતને કારણે તેની પોતાની અલગ ઓળખ પણ છે. તેની પોતાની સિદ્ધિઓ અને મહેનતના આધારે તે ઓળખાવી જોઈએ, નહીં કે સતત તેને વિકી કૌશલ સાથે જોડવામાં આવે.
તેણે પોતાની બહુમુખી પ્રતિભા પર ધ્યાન આપવા આગ્રહ કર્યાે હતો. હરલીને કહ્યું,“મારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં પણ મેં લખ્યું છે, “આઈ એમ” એ સિવાય કશું જ નથી.”
હરલીને કરેલા વિવિધ રોલ પર ભાર મુકતાં તેણે કહ્યું,“હું મારી જાતને જનરલ કહું છું, હું મારી જાતને માત્ર એક એક્ટર તરીકે પણ બાંધવા માગતી નથી. હું બધું જ છું, હું એક અભિનેત્રી છું, એક બહેન છું, એક મિત્ર છું, એક આત્મવિશ્વાસુ સ્ત્રી છું, હું એક નીડર સ્ત્રી છું કે પછી એક ગભરું સ્ત્રી છું એ “આઈ એમ” છે.” તેણે એક વ્યક્તિને તેના વિવિધ વ્યક્તિત્વોની દૃષ્ટિએ જોવાની વાત કરી હતી.
હરલીન અને વિકી બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને તેઓ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક’ પછી અલગ થઈ ગયા હતા. વિકી કેટરિના સાથે પરણી ગયો છે અને લાગે છે કે હરલીનને પણ એક્ટર વૈભવ રાજ ગુપ્તામાં પોતાનો પ્રેમ મળી ગયો છે.SS1MS