મારી પાસેથી દેવાં કરતાં વધુ રકમ વસુલાઈ છેઃ વિજય માલ્યાનો દાવો
બેંગલુરુ, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બુધવારે કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ દાવો કર્યાે હતો કે તેના માથા ઉપર બેંકોનું રૂ. ૬૨૦૦ કરોડનું દેવું હતું, તેના કરતાં અનેક ગણી રકમ સરકારે વસુલ કરી લીધી છે.
પોતાના આ દાવા ઉપરાંત માલ્યાએ પોતાની પાસેથી અને યુનાઇટેડ બ્›અરીઝ (હાલ ફડચામાં ગયેલી કંપની) પાસેથી અત્યાર સુધી કેટલી રકમની વસુલાત કરાઇ તેની તમામ વિગતો દર્શાવતા એક સ્ટેટમેન્ટની કોપી આપવાની પણ માંગણી કરી હતી ગત ૩ ફેબ્રુઆરીના રોજ માલ્યા દ્વારા ફાઇલ કરેલી આ પીટીશનના સંદર્ભે હાઇકોર્ટે લેણદાર બેંકોને નોટિસ પાઠવી હતી.
ન્યાયમૂર્તિ દેવદાસે તમામ બેંકોને ૧૩ ફેબ્રુઆરી સુધીમાં પોતાનો જવાબ આપવાની તાકીદ કરી હતી. માલ્યાએ વચગાળાની રાહત તરીકે પોતાની અરજીમાં હવે પછી બેંકો દ્વારા દેવાની વસુલીના ભાગ તરીકે પોતાની સંપત્તિના વેચાણ ઉપર મનાઇ હુકમ આપવાની પણ દાદ માંગી હતી.
તેણે પોતાના દેવા અંગેના સંપૂર્ણ સમાધાનનું પ્રમાણપત્ર ના આવે ત્યાં સુધીપોતાની વધુ કોઇ સંપત્તિનું વેચાણ ના થાય એવી કોર્ટને વિનંતી કરી હતી. માલ્યાના વકીલ ના જણાવ્યાં અનુસાર, તમામ વસુલાત થઇ ચૂકી છે, તેમ છતાં વસુલાતની કાર્યવાહી હજુ ચાલુ છે.
તેમણે જણાવ્યું હતું કે, ડેટ રિકવરી ટ્રિબ્યુનલના આદેશમાં કિગફિશર એરલાઇન્સને પ્રથમ દેવાદાર અને રૂ. ૬૨૦૦ કરોડની ચૂકવણી માટે યુનાઇટેડ બ્›અરીઝને ગેરેન્ટર તરીકે ઠરાવવામાં આવ્યા છે, અને ટ્રિબ્યુનલનો તે આદેશ અંતિમ હતો, તેમ છતાં ૨૦૧૭થી ત્યાર સુધીમાં રૂ. ૬૨૦૦ કરોડથી અનેકગણી રકમની વસુલાત કરવામાં આવી હતી.SS1MS