મેં ઘણા છોકરાઓને ડેટ કર્યા છે: તાપસી પન્નુ
મુંબઈ, તાપસી પન્નુએ ગૂપચૂપ લગ્ન કરી લીધાં તે બાબતે ઘણી ચર્ચાઓ જગાવી હતી, પરંતુ હવે અંતે તાપસીએ તાજેતરનાં એક ઇન્ટર્વ્યુમાં પોતાના લગ્ન વિશે ખુલાસા કર્યાં છે. તાપસીએ ફેબ્›આરીમાં ડેનિશ બેડમિન્ટન કાચ મેથિઆસ બા સાથે ઉદયપુરમાં ગૂપચૂપ લગ્ન કરી લીધાં છે.
તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તાપસીએ જણાવ્યું કે તે કઈ રીતે મેથિઆસના પ્રેમમાં પડી. તાપસે કહ્યું કે એ પહેલી નજરનો પ્રેમ તો નહોતો જ. જ્યાં સુધી તેને અનુભવાયું નહીં કે તેને અંતે એ માણસ મળી ગયો છે, ત્યાં સુધી તે તેને મળતી રહી હતી. તાપસીએ હસીને કહ્યું, “મને લાગે છે કે એ એક ખેલાડી છે અને એવો ખેલાડી જેણે શરૂઆતમાં જ ઓલમ્પિક મેડલ જીત્યું છે…અડધું કામ તો ત્યાં જ થઈ ગયું હતું.
જે ખેલાડીઓ અત્યંત પ્રેશરમાં હોવા છતાં તેનાથી પોતાને કોઈ અસર ન થવા દઈને દેશ માટે રમે છે તેવા ખેલાડીઓથી હું હંમેશા પ્રભાવિત થઉં છું અને મને તેમના માટે ઘણો અહોભાવ રહે છે. જોકે, આ પહેલી નજરનો પ્રેમ નહોતો – આ પ્રેક્ટિકલ છે કે નહીં તે ચકાસવા મેં પુરતો સમય લીધો.
અમારા સંબંધની વ્યવહારિકતા અને યોગ્યતા મારા માટે ઘણી મહત્વની હતી.” તાપસીએ આગળ જણાવ્યું, “મને એ ગમતો હતો અને તેના માટે માન હતું, તેમાં બે મત નથી, અમે મળતાં રહ્યાં અને મને તેના માટે પ્રેમ વધતો રહ્યો. આમ હું એક મહિનામાં કે અચાનક તેના પ્રેમમાં પડી ગઈ તેવું નથી.
જો કે એ હકીકત પણ છે, અને એના વિશેનાં બધાં જ ઇન્ટરવ્યુમાં હું એ વાત કહેતી રહી છું કે હું જ્યારે તને મળી ત્યારે મને લાગ્યું કે મને યોગ્ય માણસ મળી ગયો છે. તેના પહેલાં હું ઘણા છોકરાઓને ડેટ કરી ચૂકી હતી. અચાનક, એક એવા છોકરાને મળી જેવા બીજા કોઈને હું પહેલાં મળી નહોતી.
તેની સાથે અચાનક મને સુરક્ષા અને મેચ્યોરિટીનો અનુભવ થયો, કદાચ એટલે જ મને ખાતરી થઈ ગઈ કે મને અંતે કોઈ મળી ગયું છે.” તાપસી અને મેથિઆસ બે અલગ પ્રકારની દુનિયામાંથી આવે છે, વ્યવસાયિક રીતે અને સાંસ્કૃતિક રીતે પણ. બંને વચ્ચેની સામ્યતાઓ અને અલગ આદતો વિશે તાપસીએ કહ્યું, “આપણી અને સ્કેન્ડેનેવિયન્સની જે સામ્યતા છે તે એ કે આપણે પરિવાર સાથે બહુ નજીકથી જોડાયેલાં હોઈએ છીએ.
જે બિલકુલ અલગ બાબત છે તે છે કે તેમના બાળકો બિલકુલ સ્વતંત્ર હોય છે. મારે ઘણા ભત્રીજા અને ભત્રીજીઓ છે અને મને લાગે છે કે દરેકનું વ્યક્તિત્વ કેટલું વિશેષ અને છતાં પોતાનામાં સંપુર્ણ છે. તેઓ બહુ નાની ઉંમરે પણ આત્મવિશ્વાસથી ભરપુર છે.
તેઓ બહુ નાની ઉમરે સ્વતંત્ર થઈ જાય છે તેથી કોઈ દબાણ વિના તેમનામાં જવાબદારીનો ભાવ આવી જાય છે તે બાબત આપણા કરતાં ઘણી અલગ છે.”SS1MS