નિર્માતા સાથે મારે કોઈ સર્જનાત્મક મતભેદ નથીઃ પરેશ રાવલ

મુંબઈ, ચાહકો ‘હેરા ફેરી ૩’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના બંને ભાગ ખૂબ જ સફળ રહ્યા છે અને ચાહકો અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટીને ‘હેરા ફેરી ૩’માં ફરીથી ધમાલ મચાવતા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું પણ પરેશ રાવલે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી.
દરમિયાન, અક્ષય કુમારે ફિલ્મને નુકસાન પહોંચાડવા બદલ પીઢ અભિનેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યાે છે અને કાનૂની નોટિસ પણ મોકલી છે.જેના જવાબમાં પરેશ રાવલે કહ્યું કે નિર્માતા સાથે મારે કોઈ સર્જનાત્મક મતભેદ નથી.અક્ષયે તેમના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી છે, જેમાં ૨૫ કરોડ રૂપિયાના નુકસાનની માંગણી કરવામાં આવી છે.
એક અહેવાલ મુજબ, અક્ષયે પરેશ પર અવ્યાવસાયિક હોવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં, આ પીઢ અભિનેતાએ ફિલ્મ માટે કરાર પણ કર્યાે હતો. તેણે ફી પણ અગાઉથી લીધી હતી. તેણે અક્ષય અને સુનીલ શેટ્ટી સાથે હેરાફેરી ૩ નું શૂટિંગ પણ શરૂ કર્યું. પરંતુ તેમણે ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી જેના કારણે પ્રોડક્શન હાઉસને કરોડોનું નુકસાન થયું છે.
અહેવાલ મુજબ, કાનૂની કેસ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે પરેશ રાવલે ‘અવ્યાવસાયિક વર્તન’ દર્શાવ્યું છે. સૂત્રએ જણાવ્યું હતું કે જો પરેશ ફિલ્મ કરવા માંગતા ન હતા, તો તેમણે કાનૂની કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા, સાઇનિંગ રકમ લેતા પહેલા અને નિર્માતાને શૂટિંગ પર આટલો ખર્ચ કરવા દેતા પહેલા આમ કહેવું જોઈતું હતું. હાલમાં આ મામલો કોર્ટમાં પહોંચી ગયો છે.
પરેશે લખ્યું, “હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે હેરા ફેરી ૩ માંથી બહાર નીકળવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો, હું પુનરાવર્તિત કરું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી.
મને ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શન માટે અપાર પ્રેમ, આદર અને વિશ્વાસ છે.હું એ વાત નોંધવા માંગુ છું કે હેરાફેરી ૩ થી દૂર રહેવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું ફરી એકવાર કહું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને ફિલ્મ દિગ્દર્શક શ્રી પ્રિયદર્શન પ્રત્યે અપાર પ્રેમ, આદર અને શ્રદ્ધા છે.SS1MS