Western Times News

Gujarati News

મને કોઇ આઇડિયા નથી કે દયાબેન શોમાં ક્યારે આવશે:રોશન ભાભી

નવી રોશન ભાભીએ જણાવ્યું કે હું સેટ પર દરેકને ઓળખતી હતી, કારણ કે મેં લગભગ દરેક સાથે કામ કર્યું હતું અને બધાએ મારા પિતા સાથે કામ કર્યું હતું

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોની સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઈંગ છે. ફેન્સ દરેક કેરેક્ટર વિશે શક્ય તેટલું વધુ જાણવા માંગે છે. તાજેતરમાં જ શોમાં એક નવી મિસિસ રોશન સિંહ સોઢીની એન્ટ્રી થઇ છે. મોનાઝ મેવાવાલાએ જેનિફર મિસ્ત્રીને રિપ્લેસ કરી છે. જો કે, હવે ફેન્સ લાંબા સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

અસિત કુમાર મોદીના શોમાં દયા જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનાર દિશા વાકાણી ૨૦૧૭માં અનિશ્ચિતકાલીન મેટરનીટી લીવ પર ગઈ હતી અને ત્યારથી તે પાછી ફરી નથી. જ્યારે અસિત મોદીએ વારંવાર કહ્યું છે કે તેઓ એક નવી દયાબેનને શોધી રહ્યા છે, તાજેતરના ઇન્ટરવ્યુમાં મોનાઝ મેવાલાએ ખુલાસો કર્યો છે કે દયાબેન ક્યારે પાછી આવી શકે છે. મોનાઝ મેવાવાલાએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે, મને કોઇ આઇડિયા નથી કે દયાબેન શોમાં ક્યારે આવશે. જોકે અમે બધા તેની સાથે શૂટિંગ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ.

તેણે પ્રતિષ્ઠિત શોમાં જોડાવા પર તેના પિતાના રિએક્શન વિશે પણ વાત કરી. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે તે મારા માટે ખૂબ જ ખુશ છે. મારી માતા મારા માટે ખૂબ ખુશ હતી. મોટે ભાગે, હું સેટ પર દરેકને ઓળખતી હતી, કારણ કે મેં લગભગ દરેક સાથે કામ કર્યું હતું અને બધાએ મારા પિતા સાથે કામ કર્યું હતું. મેં દિલીપ જોશી સાથે કામ કર્યું હતું અને મારા પિતાએ તેમની સાથે કામ કર્યું હતું અને એવા ઘણા લોકો છે જેમની સાથે મેં કામ કર્યું છે.

માઇક્રોબ્લોગિંગ સાઇટ X (Twitter) પર ‘બોયકોટ TMKOC’ ટ્રેન્ડ થયાના દિવસો બાદ આ વાત આવી છે કારણ કે દર્શકોએ દયાબેનની ગેરહાજરી અંગે તેમની નિરાશા વ્યક્ત કરી હતી. જ્યારે કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે શો ટૂંક સમયમાં બંધ થઈ શકે છે, આસિત મોદીએ પાછળથી એક નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે આવો દાવો કરનારા અહેવાલો ખોટા છે. તેણે એમ પણ કહ્યું કે ભલે સમય લાગી રહ્યો હોય, પણ દયાબેનનું પાત્ર જલ્દી પાછું આવશે.

અસિત કુમાર મોદીએ કહ્યું, હું અહીં મારા દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છું અને હું મારા દર્શકો સાથે ક્યારેય ખોટું બોલીશ નહીં. માત્ર અમુક સંજોગોને લીધે અમે દયાના પાત્રને સમયસર પાછું લાવી શકતા નથી, પરંતુ, તેનો અર્થ એ નથી કે આ આ પાત્ર શોમાં નહીં આવે! હવે તે દિશા વાકાણી છે કે અન્ય કોઈ, તે તો સમય જ કહેશે, પરંતુ, દર્શકોને આ મારું વચન છે કે દયા પાછી આવશે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ક્યાંય જવાનો નથી. પંદર વર્ષ સુધી કોમેડી શો ચલાવવો એ સરળ કામ નથી. આ તેના પ્રકારનો અનોખો કિસ્સો છે

, જેમાં એક પણ લીપ જોવા મળી નથી. આ વર્ષની શરૂઆતમાં પણ, અસિત મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ૧૫ વર્ષ પૂરા થવા પર એક નિવેદન જારી કર્યું હતું અને જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં ફેન્સની પ્રિય દયાબેનને પરત લાવશે. તેણે કહ્યું, “૧૫ વર્ષની આ સફરમાં, તે બધાને હાર્દિક અભિનંદન. એક કલાકાર છે જેને આપણે ભૂલી શકતા નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.