તું કલ્પી ના શકે એટલો પ્રેમ કરું છું: વિકી કૌશલ
મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફ બોલિવુડના સૌથી પ્રેમાળ કપલ પૈકીના એક છે. વિકી અને કેટરિનાએ આશરે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આજે વિકી-કેટરિનાના સુખી લગ્નજીવનનું એક વર્ષ પૂરું થયું છે. પહેલી વેડિંગ એનિવર્સરી વિકી-કેટરિના પહાડી વિસ્તારમાં ઉજવી રહ્યા છે. ત્યારે તેમણે ત્યાંથી કેટલીક તસવીરો શેર કરીને એકબીજાને લગ્નની વર્ષગાંઠની શુભકામના આપી છે. કેટરિના કૈફે બે તસવીરો અને એક વિડીયો શેર કર્યો છે.
પહેલી તસવીર વિકી-કેટરિનાના લગ્ન વખતની છે, બીજી તસવીર તેમના હોલિડેની છે. જેમાં કેટરિના લાલ રંગના સ્વેટરમાં એકદમ માસૂમ લાગી રહી છે. જ્યારે વિકી કૌશલ બ્લેક રંગના ટી-શર્ટ અને કેરમાં જાેવા મળે છે. વિડીયોમાં વિતી કૌશલ મન મૂકીને નાચતો જાેવા મળી રહ્યો છે. તાપણાંની આગળ વિકી કૌશલ ડાન્સ કરી રહ્યો છે અને પાછળ કેટરિનાના હસવાનો અવાજ આવી રહ્યો છે.
આ વિડીયો જાેતાં સ્પષ્ટ થાય છે કે વિકી પત્નીને ખુશ કરવા કઈ હદ સુધી જઈ શકે છે. કેટરિનાએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘મારા પ્રકાશનું કિરણ…એક વર્ષની શુભેચ્છા??’ કેટરિનાની આ પોસ્ટ પર સસરા શામ કૌશલે કોમેન્ટ કરતાં લખ્યું, હેપી એનિવર્સરી. ઈશ્વરના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. બેટા, તમે અમારા પરિવારમાં ઢગલાબંધ ખુશીઓ લઈને આવ્યા છો. પ્રેમ અને આશીર્વાદ.
વિકી કૌશલે પણ એનિવર્સરી પર લગ્નની તેમજ હોલિડેની તસવીર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું, “સમય વિતી જાય છે…પરંતુ તારી સાથે સૌથી જાદુઈ રીતે પસાર થયો છે. આપણને પહેલી મેરેજ એનિવર્સરીની શુભેચ્છા. તું કલ્પના પણ ના કરી શકે તેનાથી વધુ પ્રેમ હું તને કરું છું.
શામ કૌશલે દીકરાની પોસ્ટ પર પણ કોમેન્ટ કરતાં લખ્યું, “હેપી એનિવર્સરી. ઈશ્વરના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. પ્રેમ અને આશીર્વાદ. તમારા બંને પર ગર્વ છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે દેખાવાના છે.
હાલ, તે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વ્યસ્ત છે, જેમાં સાઉથ સ્ટાર વિજય સેથુપથી પણ છે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે, જે ગર્લ ટ્રિપ પર આધારિત છે અને તેના સિવાય પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.
આવતા વર્ષથી શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. છેલ્લે તે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ‘ફોન ભૂત’માં દેખાઈ હતી, જેને બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ, વિકી કૌશલની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના રીલિઝની રાહ જાેવાઈ રહી છે.
જેમાં કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર તેમ બે એક્ટ્રેસ છે. તેની પાસે સારા અલી ખાન સાથેની લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મ છે, જેનું શૂટિંગ ઘણા મહિના પહેલા જ ખતમ થઈ ગયું છે.SS1MS