ફેન્સને પસંદ હોઈ મેં વાળ ફરી લાંબા કર્યા : એમ.એસ ધોની
નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોની ફરી એકવાર તેના લાંબા વાળને લઈને ચર્ચામાં છે. હાલ ધોનીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેણે આઈપીએલ ૨૦૨૪ પહેલા લાંબા વાળ રાખવા પાછળના કારણનો ખુલાસો કર્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ જીત્યા પછી પોતાના લાંબા વાળ કપાવી દીધા હતા. પરંતુ ધોનીના ફેન્સને તેના લાંબા વાળ ખુબ જ પસંદ હતા.
આવી સ્થિતિમાં આઈપીએલ ૨૦૨૪ પહેલા ફરી એકવાર ધોનીએ વાળ લાંબા કરી લીધા છે. એક ઇવેન્ટ દરમિયાન ધોનીએ લાંબા વાળ રાખવા પાછળ કારણ જણાવતા કહ્યું કે તેણે આ હેરસ્ટાઈલ રાખવામાં ખુબ જ મુશ્કેલી થાય છે.
ધોનીએ કહ્યું કે તે વાળ લાંબા એટલા માટે કર્યા છે કારણ કે તેના ફેન્સને આ ખુબ જ પસંદ છે. જાે કે તેણે એ પણ કહ્યું કે તેણે વધુ મુશ્કેલ થશે તો તે વાળ કપાવી દેશે.
ધોનીએ વધુમાં કહ્યું, ‘આ હેરસ્ટાઇલ જાળવવી મુશ્કેલ છે. પહેલા હું ફક્ત ૨૦ મિનિટમાં તૈયાર થઈ જતો હતો, પરંતુ હવે મને તૈયાર થવામાં ૧ કલાક ૧૦ મિનિટ લાગે છે. હું તે કરી રહ્યો છું કારણ કે ફેન્સને તે ગમે છે, પરંતુ કોઈ દિવસ હું જાગીશ અને તેને કાપી નાખીશ.’ SS2SS