હું મુંબઈ આવી ત્યારે સરવરી સાથે મારી ઓળખાણ થઈ હતી: નેહા જોશી
મૈત્રી આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ગમે તે ઉંમર હોય તો પણ મૈત્રીનું બંધન વર્ષો સુધી યાદ રહી જાય છે. આ મૈત્રી દિવસ પર એન્ડટીવીના કલાકારો હૃદયસ્પર્શી વાતો સાથે તેમની રોમાંચક મૈત્રીની ઉજવણી કરવા માટે એકત્ર આવે છે. આમાં ગીતાંજલી મિશ્રા (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન), નેહા જોશી (યશોદા, દૂસરી મા) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશ તરીકે ગીતાંજલી મિશ્રાએ જણાવ્યું હતું કે, “આ મૈત્રી દિવસ હું મારા વહાલા જીવનસાથી રાજેશ ચતુર્વેદીનો આભાર માનવા માટે સમર્પિત કરવા માગું છું. તે મારો બેસ્ટ ફ્રેન્ડ હોવા સાથે મારો મેનેજર છે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તે કોઈ પણ ખચકાટ વિના કશું પણ કરવા માટે મને પ્રેરિત કરનારી એકમાત્ર વ્યક્તિ છે. તે સતત મને ટેકો આપે છે. મારા મુશ્કેલ દિવસોમાં પણ સાથ આપે છે અને મારી ખુશીભરી પળોને વધુ મજેદાર બનાવે છે.
અમારી ફ્રેન્ડશિપ સમયાંતરે મજબૂત બનીને ઊભરી આવી છે અને તે જે રીતે મારો આદર કરે અને મને સમજે તેની હું સરાહના કરું છું. અન્ય મેનેજરોની જેમ તે કોઈ પણ ચેડાં કરતો નથી. તેની જીવંત હાજરી સાથે હું ક્યારેય કંટાળતો નથી અને તે કપરા સમયમાં મારી જોડે રહે છે. મને ફરી ફરી ઊભરી આવવા માટે મદદ કરે છે. વિનિત મારા જીવનમાં આવતાં મારી રોજબરોજ રીતસર ફ્રેન્ડશિપ ડે બની જાય છે.
દૂસરી માની નેહા જોશી ઉર્ફે યશોદા કહે છે, “2006માં હું મુંબઈમાં આવી ત્યારે વહાલી અભિનેત્રી સરવરી લોહોકરે સાથે મારી ઓળખાણ થઈ હતી. અમે ઘર શોધતી વખતે એકબીજીને ભટકાયાં અને ફ્લેટમેટ બની ગયાં. અમારી મૈત્રી વધીને મારા જીવનમાં આજે તે સૌથી યાદગાર પળમાંથી એક છે.
ત્રણ વર્ષ સુધી અમે એકત્ર રહ્યાં, વિચારો, ખુશી અને ગોપનીયતાની આપલે કરતાં. પ્રાસંગિક ઝઘડા અને અબોલા છતાં અમે હંમેશાં અમારી વચ્ચેના મતભેદનો ઉકેલ લાવી દીધો. અમારું હજુ યથાવત છે. અમે ફરી મળીએ ત્યારે અગણિત મુદ્દાઓ પર ચર્ચા કરતાં રહીએ છીએ. મારા જીવનમાં તે આવવા માટે હું ખૂબ ખૂબ આભારી છું. મારાં વહાલા ફ્રેન્ડ્સ અને દરેકને હેપ્પી ફ્રેન્ડશિપ ડે. હું આ વિશેષ દિવસે અમારી ફ્રેન્ડશિપની ઉજવણી કરું છું અને એકત્ર વધુ સુંદર યાદો નિર્માણ કરવા માટે ઉત્સુક છું!”
ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “જીવનમાં આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ. આમ છતાં અમુક કાયમી છાપ છોડે છે અને મારી વહાલી ફ્રેન્ડ શિલ્પી વિશેષમાંથી એક છે. મારા વ્યસ્ત શૂટિંગના સમયપત્રક છતાં તે મારાં સુખ-દુઃખમાં મારી પડખે રહે છે. મને અમારું નિકટવર્તી જોડાણ બહુ યાદ આવે છે. હું બહુ બોલકણી હોવા છતાં તે સમજદારની ભૂમિકા ભજવે છે અને હંમેશાં મને જરૂર હોય ત્યારે હાજર થઈ જાય છે.
મૈત્રીમાં હું પ્રમાણ કરતાં ગુણવત્તાની વધુ કદર કરું છું અને શિલ્પી સમવિચારી અને ભરોસાપાત્ર સાથી છે. અમે સ્કૂલમાં શોર્ટકટથી, સીમાઓ પાર કરવી અને સિક્રેટ ક્રશ શેર કરવાથી લઈને શિક્ષકોની તરફેણ માટે રમતિયાળ સ્પર્ધા કરવા સુધી સુંદર યાદો નિર્માણ કરી છે. શિલ્પી સાથે મને મૈત્રીની અસલ ખૂબી જાણવા મળી છે. એકબીજા પ્રત્યે ઈમાનદારી સૌથી મહત્ત્વપૂર્ણ છે. ”
આ ફ્રેન્ડશિપ ડે પર ચાલો મૈત્રીના સમકાલીન જોડાણની ઉજવણી કરીએ, યાદો વાગોળીએ અને કાયમી મૈત્રીની જય હો કરીએ!