હું શરૂઆતથી મનથી રમ્યો, તે પછી ટાસ્કની વાત હોય કે મુદ્દા ઉઠાવવાની
મુંબઈ, ચાર મહિનાની આકરી સ્પર્ધા બાદ, શિવ ઠાકરે બિગ બોસ ૧૬નો ફર્સ્ટ રનર-અપ બન્યો હતો. શિવે એમસી સ્ટેનને કાંટાની ટક્કર આપી હતી, જે ન માત્ર ટ્રોફી પરંતુ રોકડ રકમ તેમજ કાર પણ જીત્યો હતો. રવિવારે યોજાયેલા ગ્રાન્ડ ફિનાીલેમાં, હોસ્ટ સલમાન ખાને વિનરની જાહેરાત કરી હતી. ટ્રોફી જીતવાની દરેક શક્યતા હોવા છતાં શિવે રનર-અપના ટાઈટલ સાથે સંતોષ માનવો પડ્યો હતો.
તે મિત્ર સ્ટેનની સામે ટ્રોફી હારી ગયો હતો. ફિનાલે ખતમ થયા બાદ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘દેખીતી રીતે હું શીખવાની અપેક્ષા રાખતો હતો. હું ગેમ પૂરા મનથી રમ્યો હતો અને હંમેશા જીતવાના સપના સાથે જ પર્ફોર્મ કર્યું હતું. તે પછી કોઈ મુદ્દા પર મારો અવાજ ઉઠાવવાની વાત હોય કે ટાસ્કમાં શ્રેષ્ઠ આપવાની વાત. મેં હંમેશા ૧૦૦ ટકા આપ્યું હતું.
હું ખુશ છું કે હિંદી દર્શકો પણ મને ઓળખવા લાગ્યા છે. શિવ ઠાકરે ભલે ટ્રોફી ન જીતી શક્યો, પરંતુ તેને એ વાતની ખુશી છે કે તે તેના મિત્ર અને મંડળીની પાસે આવી છે. તેણે આ વિશે કહ્યું હતું કે ‘હું ખુશ છું કે ટ્રોફી મંડળી પાસે આપી છે. એમ સી સ્ટેન મારો મિત્ર છે. અમારી વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે હું અસલી ખેલાડી છું જ્યારે સ્ટેન અસલી વ્યક્તિ છે. તે ક્યારેય જીતવા માટે રમ્યો નહોતો.
ઘરમાં અત્યારસુધીની જર્નીમાં તે અસલી વ્યક્તિ બનીને રહ્યો હતો અને તેથી જ તેને ટ્રોફી મળી. એમસી સ્ટેન, શિવ ઠાકરે, પ્રિયંકા ચહર ચૌધરી, અર્ચના ગૌતમ અને શાલિન ભનોત ટોપ-૫માં પહોંચ્યા હતા. ફિનાલે પહેલા શાલિન બહાર થયો હતો.
જાે કે, તેને એકતા કપૂરનો એક શો મળી ગયો. ત્યારબાદ અર્ચના બહાર થઈ હતી. દર્શકોને આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે પ્રિયંકા ટોપ ૨માં જગ્યા બનાવી શકી નહીં. તેને ટ્રોફી માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી હતી અને ફેન્સે ટિ્વટર પર વિનર પણ જાહેર કરી દીધી હતી.
હારથી ફેન્સ નારાજ થયા હતા પરંતુ તે હસતા મોંએ ઘરમાંથી બહાર નીકળી હતી. તેની આ વાતના હોસ્ટ સલમાન ખાને પણ વખાણ કર્યા હતા અને અસલી વિનર ગણાવી હતી. પ્રિયંકાએ પણ બહાર નીકળી મીડિયા સાથે વાતચીત કરતાં ફેન્સને નારાજ ન થવાની સલાહ આપતાં કહ્યું હતું કે ‘કોઈએ નારાજ થવાની જરૂર નથી. હું ખુશ છું તો તમે પણ ખુશ થાવ’.SS1MS