મને લાગ્યું કે ફિલ્મ માટે શિખર ધવન પર્ફેક્ટ રહેશે: સતરામ

મુંબઈ, ઘણાં સમયથી એવી અટકળ ચાલી રહી હતી કે ક્રિકેટર શિખર ધવન બોલિવૂડમાં એન્ટ્રી કરવાનો છે. અને ગત સપ્તાહમાં જ્યારે હુમા કુરૈશી અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ Double XL ટ્રેલર રીલિઝ થયું ત્યારે આ અટકળની પૃષ્ટિ થઈ ગઈ.
આ ફિલ્મમાં શિખર ધવન મહત્વના રોલમાં જાેવા મળશે. ફિલ્મમાં તેનો ગેસ્ટ અપિરિયન્સ હોય તેમ લાગી રહ્યું છે, પણ આ રોલ સાથે ક્રિકેટરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી લીધો છે. ટ્રેલરમાં તમે જાેયું હશે કે, શિખર ધવન હુમા કુરૈશી સાથે એક ડ્રિમ સિક્વન્સમાં ડાન્સ કરી રહ્યો છે.
તાજેતરમાં જ Double XL ડિરેક્ટર સતરામ રામાણીએ જણાવ્યું કે તેમણે શિખર ધવનની જ કેમ પસંદગી કરી અને તેને કેવી રીતે આ રોલ માટે મનાવવામાં આવ્યો તે પણ જણાવ્યું. ટ્રેલરની શરુઆત જ શિખર ધવન અને હુમા કુરૈશીના સીન સાથે થાય છે.
હુમા કુરૈશીએ પિંક કલરનું ગાઉન પહેરેલુ હોય છે અને તે શિખર ધવન સાથે ડાન્સ કરી રહી હોય છે. સતરામે શિખર વિશે વાત કરતા કહ્યું કે, આ ફિલ્મમાં હુમાના પાત્રનું સપનું સ્પોર્ટ્સ પ્રેઝન્ટ બનવાનું હોય છે. તમે ટ્રેલરમાં પણ જાેયું હશે કે તે ક્રિકેટને લગતી વાતો કરતી હોય છે.
તેની ડ્રિમ સિક્વન્સ માટે અમારે ક્રિકેટરની જરૂર હતી અને મને શિખર ધવન પહેલાથી ગમે છે. મારા મત અનુસાર તે દેસી લીગ હોય કે એલિટ ક્લબ હોય, બન્નેમાં જામે છે. માટે મને લાગ્યું કે શિખર ધવન પર્ફેક્ટ રહેશે, પણ તે રોલ કરવા તૈયાર થશે કે નહીં તે એક પ્રશ્ન હતો.
૩૭ વર્ષીય શિખર ધવનની ગણતરી ઈન્ડિયન ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેણે ૨૫૦થી વધારે ઈન્ટરનેશનલ મેચ રમી છે. ડિરેક્ટરે જણાવ્યું કે આ ફિલ્મનો પ્રોડ્યુસર અને હુમા કુરૈશીના ભાઈ સાકિબ સલીમે શિખર ધવન સાથે વાત કરવાની જવાબદારી ઉપાડી હતી.
સતરામ જણાવે છે કે, સાકિબે તેને ફોન કર્યો અને તેણે ઘણી સારી રીતે વાત કરી હતી. તેને ફિલ્મનો આઈડિયા ખૂબ પસંદ આવ્યો અને તેણે કહ્યુ હતું કે, આ ફિલ્મ તો બનવી જ જાેઈએ. અને તે જ કારણોસર શિખર અમારી સાથે કામ કરવા તૈયાર થઈ ગયો.
ફિલ્મમેકરે વધુમાં જણાવ્યું કે, ક્રિકેટર શિખર ધવન પોતાના મજાકિયા સ્વભાવને કારણે સેટ પર પણ ઉર્જા ભરી દેતો હતો. તેના કારણે શૂટિંગનો અનુભવ ઘણો સારો રહ્યો. તમે તેની ઈન્સ્ટાગ્રામ રીલ તો જાેઈ જ હશે. તે ઘણો મસ્તીખોર છે. અમે લોકો સ્પર્ધા કરતા હતા કે સેટ પર સૌથી વધારે ક્રેક જાેક કોણ કહેશે. તેના કારણે સેટ પર વાતાવરણ હળવુ રહેતુ હતું. તેને પણ કામ કરવાની મજા આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરૈશી સિવાય ઝહીર ઈકબાલ પણ જાેવા મળશે. ફિલ્મ ૪ નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મને મુદસ્સર અઝિઝ અને સાશા સિંહે લખી છે.SS1MS