યુરોપીયન ટી૨૦ પ્રીમિયર લીગ મારા વારસાનો ભાગ બની રહે તેવું ઇચ્છું છું: અભિષેક બચ્ચન
મુંબઈ, અભિષેક બચ્ચનનો સ્પોટ્ર્સ પ્રેમ તો ખુબ જાણીતો છે. તે સ્પોટ્ર્સ પ્રત્યે એટલો સમર્પિત અને પેશનેટ છે કે તેણે પ્રો કબ્બડી લીગની ટીમ જયપુર પિંક પેંથર અને ફૂટબોલ ટીમ ચેન્નયન ફૅન ક્લબ ટીમમાં રોકાણ પણ કર્યું છે. હવે તે સ્પોટ્ર્સમાં પોતાની પાંખો વધુ ફેલાવવા જઈ રહ્યો છે અને તે યુરોપીયન ટી૨૦ પ્રિમીયર લીગમાં પણ ભાગીદાર બન્યો છે.
ઈટીપીએલ એક ખાનગી માલિકીની એક ટુર્નામેન્ટ છે, જેમાં ત્રણ ક્રિકેટ રમતા દેશો સભ્ય છે, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું હતું,“મારો આ શોખ થોડો મોંઘો થઈ રહ્યો છે.” ઈટીપીએલને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ વર્ષે ૧૫ જુલાઈથી ૩ ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટ રમાશે.
આ ત્રણ દેશઓના શ્રેષ્ઠ ખેલાડીઓ તેમાં એકબીજા સાથે ટકરાશે. અભિષેક માને છે કે તેના રોકાણથી આ ટુર્નામેન્ટમાં નોંધપાત્ર અસર ઉભી કરી શકશે.અભિષેકે કહ્યું,“કદાચ આપણે આવતી વખત મળીએ ત્યારે આપણે ઈટીપીએલે આપેલા વારસા અંગે વાત કરી શકીશું.
હું તેને મારી કથાનો એક હિસ્સો બનાવવા માગું છું, કે તમારાથી આ ફરક પડ્યો.”ક્રિકેટમાં રોકાણ કરવું એ ભારત સંદર્ભે સ્પોટ્ર્સ આન્ત્રપ્રિન્યોરશીપમાં એક નોંધપાત્ર બાબત બની ગઈ છે.
અભિષેક પોતાની સ્પોટ્ર્સ આન્ત્રપ્રિન્યોરશીપની સફરની શરૂઆતમાં ઘણો કાળજીપૂર્વક આગળ વધી રહ્યો હતો.ફિલ્મની દુનિયામાંથી રમત-ગમતની દુનિયામાં ઝંપલાવનારા અન્ય કલાકારો જેમ કે, શાહરુખ ખાન, પ્રિટી ઝિંટા અને જુંહી ચાવલાએ આઈપીએલમાં ૨૦૦૭થી રકાણ કર્યું હતું પણ અભિષેક આ ક્ષેત્રમાં થોડો મોડો પડ્યો છે. તેમનાથી અલગ અભિષેકે કબડ્ડી અને ફૂટબોલમાં રોકાણ કર્યું.
૨૦૧૪માં તેણે મોટું રોકાણ કર્યું, તે જયપુર પિંક પેન્થરનો માલિક બન્યો. પછી તે ફૂટબોલ ટીમ ચેન્નયન ફૂટબોલ ક્લબનો માલિક બન્યો. અભિષેકે આ અંગે કહ્યું,“મેં સ્પોટ્ર્સમાં કામ શરૂ કર્યું ત્યારે મેં અમુક ધારા-ધોરણો નક્કી કર્યા હતા. તેમાંથી અમુકનું પાલન કરી ચૂક્યો છું એટલે મને હવે લાગ્યું કે હવે હું મોટું પગલું લેવા તૈયાર છું, એ ક્રિકેટ છે.
હું કબ્બડી કે ફૂટબોલમાં જોડાયો ત્યારે કશું જ નક્કી નહોતું કે હું ક્રિકેટમાં રોકાણ કરીશ કે નહીં.”અભિષેક બચ્ચન ચેલ્સીનો મોટો ફૅન છે. તે માને છે કે તે પોતાની ક્રિકેટની જાણકારી અંગે ચોક્કસ નહોતો. તેને ખબર નહોતી કે માત્ર પૈસા રોકવાથી તે ક્રિકેટમાં કોઈ ફરક લાવી શકશે કે નહીં.
તેથી તેણે મોટું રોકાણ કરતાં પહેલાં નાનું રોકાણ કરી જોવાનું વિચાર્યું. તેણે પિતા અમિતાભ બચ્ચન સાથે મળીને ટી૧૦ ટેનિસ બોલ ક્રિકેટ લીગ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં માઝી મુંબઈ ટીમ ખરીદી હતી. તેને એમાં મજા આવી અને રસ પડ્યો તેથી તેણે ઇટીપીએલમાં રોકાણ કર્યું. ઈટીપીએલની પહેલી સીઝનમાં ડબ્લિન, બેલફાસ્ટ, એમ્સ્ટર્ડેમ, રોટરડામ, એડિનબર્ગ અને ગ્લાસગોની ટીમ ભાગ લેશે.SS1MS