હું ઈચ્છું છું કે મારી ફિલ્મો પ્રેમથી રિલીઝ થાય: શાહરૂખ
મુંબઈ, શાહરૂખ ખાનની પઠાનએ બોક્સ ઓફિસ પર દબદબો જમાવ્યો છે. આમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં જ દુનિયાભરમાં ૫૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ફિલ્મની સફળતાથી આખી ટીમ ખૂબ જ ખુશ છે. શાહરૂખ ખાનની મન્નતની બહાર ચાહકોનો જમાવડો છે. કિંગ ખાન પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે. પરંતુ હવે તેણે ફિલ્મની સફળતા બાદ સૌ પ્રથમવાર મીડિયાને મળીને તમામ સવાલોના જવાબ આપ્યા. સાથે ‘પઠાન’ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ પણ હતા. શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ પઠાન ફિલ્મથી સ્ક્રીન પર પરત ફર્યો છે.
તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. ‘પઠાન’ની વાત કરીએ તો શાહરૂખના એક્શને બધાને ખુશ કર્યા છે.
એ અલગ વાત છે કે આ ફિલ્મનો વિરોધ પણ થયો હતો અને તેનો બહિષ્કાર કરવાની માગ પણ થઈ હતી, પરંતુ સિનેમા હોલમાં કિંગ ખાન છવાયો છે. શાહરૂખ ખાને ‘પઠાન’ની રિલીઝ વિશે કહ્યું, ‘આ એક એવો અનુભવ છે, જેમાં હજુ ડૂબવાનું બાકી છે. કદાચ અમે ઈશ્વરના વધુ આભારી હોઈશું. એક સમય એવો હતો જ્યારે અમારે ફિલ્મની રિલીઝ માટે ફોન કરવો પડ્યો અને તેમણે મદદ પણ કરી.
હું ઈચ્છું છું કે મારી ફિલ્મો પ્રેમથી રિલીઝ થાય. શાહરૂખ ખાને એમ પણ કહ્યું કે તે જ્યારે પણ ફિલ્મ બનાવે છે ત્યારે તેનો હેતુ પ્રેમ ફેલાવવાનો હોય છે. ભલે તે ફિલ્મમાં ખરાબ પાત્ર ભજવી રહ્યો હોય, તેનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. તે કહે છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને માત્ર પ્રેમ ફેલાવવા માગીએ છીએ. તેણે કહ્યું દીપિકા અમર છે, હું અકબર અને જાેન એન્થની છું.
અમે સિનેમાના અમર અકબર એન્થની છીએ. અમે તમને પ્રેમ કરીએ છીએ, તેથી જ અમે ફિલ્મો બનાવીએ છીએ. આનાથી મોટું કંઈ નથી. અમે ફક્ત તે ભાષાનો ઉપયોગ કરીએ છીએ જે યુવાનો બોલે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ‘પઠાન ૨’ને લઈને સંકેત આપવામાં આવ્યો છે.
શાહરૂખ ખાને કહ્યું, ‘પઠાનની સિક્વલનો ભાગ બનવું સન્માનની વાત હશે. હું પઠાન ૨ માટે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. શાહરૂખ ખાન ઉપરાંત ‘પઠાન’માં દીપિકા પાદુકોણ, જાેન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા પણ છે. તેમાં સલમાન ખાનનો કેમિયો પણ છે.
‘પઠાન’ YRFના સ્પાય યુનિવર્સનો ભાગ છે, જેમાં ‘એક થા ટાઈગર’, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘ટાઈગર ૩’, ‘વોર’નો સમાવેશ થાય છે. ‘ટાઈગર ૩’ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં શાહરૂખ ખાનનો કેમિયો છે.SS1MS