હું ઈચ્છું છું કે લોકો પાખીને નફરત કરે: મુસ્કાન બામણે

મુંબઈ, અનુપમામાં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. પાખી અને અનુપમા વચ્ચે દમદાર સીન ફિલ્માવાયા છે. તાજેતરના એપિસોડમાં બતાવાયું છે કે, વૈભવી જીવનને પસંદ કરતી પાખીના લગ્ન સુખી-સંપન્ન પરિવારમાં થયા છે અને અહીં જતાં જ તે પોતાના સંસ્કાર ભૂલી ગઈ છે.
પાખી અને અધિકના લગ્ન પછી તેની માગણીઓ સતત વધી રહી છે. ગ્રાન્ડ વેડિંગથી લઈને મોંઘા દાગીના સુધી પાખીની માગ અટકતી જ નથી. તેની ડિમાન્ડ અને વર્તણૂકથી કંટાળીને તેની મમ્મી અનુપમાએ પાખીને કાઢી મૂકી છે. પાખીના રોલથી પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ મુસ્કાન બામણે હાલના ટ્રેક અંગે વાત કરી હતી.સાથે જ તેણે પોતાના પાત્ર અને ટ્રોલર્સ વિશે પણ જવાબ આપ્યો હતો.
હાલના ટ્રેક વિશે વાત કરતાં મુસ્કાને જણાવ્યું કે, તેને તે ભજવવામાં મજા આવી હતી. તેણે કહ્યું, “અમે સંગીતની સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મને જાણ થઈ કે કંઈક ડ્રામા ઉમેરવાનો છે. એક દિવસ રાજન સરે (પ્રોડ્યુસર રાજન શાહી) કહ્યું કે, આપણે પ્રોમો શૂટ કરવાનો છે અને તેમાં પાખીને થપ્પડ મારવામાં આવશે. જે બાદ આખા ટ્રેકની જાણકારી મળી અને હું ચોંકી ગઈ હતી.
પાખીએ જે કર્યું તેનાથી હું તદ્દન વિપરીત છું. તેણે તેના નાની અને મામાનું અપમાન કર્યું એ વાંચીને મને ખરાબ લાગ્યું હતું. કોઈ છોકરી આવું કઈ રીતે કરી શકે? પાખીને વૈભવી જીવન અને ગ્લેમર ગમે છે ત્યારે મને પણ આ સીકવન્સ ભજવવામાં મજા આવી હતી.
પ્રોમો પર દર્શકોના આવેલા પ્રતિસાદ વિશે પણ મુસ્કાને વાત કરી હતી. પ્રોમો રિલીઝ થયા પછી મેં એવી કેટલીય કોમેન્ટ વાંચી હતી જેમાં લખ્યું હતું કે, આખરે પાખીને થપ્પડ પડી. લોકો જાણે આ સીનની રાહ જાેઈ રહ્યા હતા. લોકોએ એવું પણ કહ્યું હતું કે, પાખીએ જે કંઈ કર્યું છે તેના માટે તેને બેવાર લાફા મારવા જાેઈતા હતા. લોકોને પ્રોમો જાેઈને જ મજા પડી ગઈ હતી.
ત્યારે આવું રિએક્શન મળશે તેની મેં અપેક્ષા નહોતી રાખી. સોશિયલ મીડિયા રોજેરોજ કલાકારો ટ્રોલ થતાં રહે છે અને આ લિસ્ટમાં હવે મુસ્કાન બામણે પણ આવી ગઈ છે. તેણે ટ્રોલર્સ વિશે વાત કરતાં કહ્યું, “મને આનાથી ફરક નથી પડતો.
હું લોકોની ટીકાને હકારાત્મક રીતે લઉં છું. લોકો પાખીને આટલી હદે નફરત કરે છે તે એક્ટર તરીકે મારી જીત છે. હું ઈચ્છું છું કે લોકો પાખીને નફરત કરે. જાે તેઓ નફરત ના કરત તો ‘અનુપમા’ દર્શકોના માનસપટ પર છાપ ના છોડી શકી હોત.
હું દરેક સીનમાં મારું ૧૦૦ ટકા આપું છું અને આ રિએક્શન જાેઈને મને ખુશી થઈ છે. હું કોઈ વાતને નકારાત્મક રીતે નથી લેતી પરંતુ તેમાં પોઝિટિવ બાજુ જાેઉં છું.” જણાવી દઈએ કે, પાખી અનુપમા અને વનરાજની દીકરી છે.SS1MS