હું મારા અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગુ છુંઃશાહરુખ ખાન
મુંબઈ, હિન્દી સિનેમાના બાદશાહ તરીકે ઓળખાતા શાહરૂખ ખાને વર્ષ ૧૯૮૯માં ટીવી શો ‘ફૌજી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી લઈને આજ સુધી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને મહેનતના દમ પર તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
ત્રણ દાયકાની કારકિર્દીમાં, શાહરૂખ ખાને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને ૫૮ વર્ષની ઉંમરે પણ તેના ચાર્મનો અંત આવ્યો નથી. તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડમાં આયોજિત લોકર્નાે ફિલ્મ ફેસ્ટિવલમાં તેને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
લોકર્નાે ફિલ્મ ફેસ્ટિવલમાં તેણે જણાવ્યું કે, તે કેટલા સમય સુધી ફિલ્મોમાં કામ કરવા માગે છે.શાહરૂખ ખાનનું કહેવું છે કે, તે પોતાના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગે છે અને પોતાનો છેલ્લો સમય બીજે ક્યાંય નહીં પણ સેટ પર વિતાવવા માગે છે.
અભિનેતાએ કહ્યું- શું હું હંમેશા એક્ટિંગ કરીશ? હા, હું મરી નથી જતો ત્યાં સુધી મારું સપનું છે કે કોઈ કહે એક્શન અને પછી હું મરી જઈશ. તેઓ કહે કટ અને પછી હું ઉઠતો નથી. ‘હવે આ ખતમ થઈ ગયું, પ્લીઝ?’ હું કહું છું, ‘ના, જ્યાં સુધી તમે બધા એમ ન કહો કે તે ઠીક છે, તમે બધા એમ ન કહો કે, તે મારા માટે ઠીક છે. હા મને એક્ટિંગ હંમેશા ગમશે.શાહરૂખ ખાને કહ્યું કે, તે લોકોના મનોરંજન માટે કામ કરે છે.
તે પોતાને ગંભીર અભિનેતા નથી માનતો, પરંતુ તેણે લોકોનું મનોરંજન કરવા માટે પોતાની અંદર કેટલીક વસ્તુઓ શોધી કાઢી છે. અભિનેતાના કહેવા પ્રમાણે- મેં કહ્યું તેમ, હું બહુ ગંભીર અભિનેતા નથી અને મેં લોકોને બતાવવા માટે અભિનય વિશે કેટલીક અદ્ભુત અને અંદરની બાબતો શોધી કાઢી છે. હું મારા અભિનય દ્વારા જીવનના આનંદની ઉજવણી કરું છું.SS1MS