નેશનલ એવોર્ડ મળ્યો એ પહેલાં હું ચૂપચાપ ફિલ્મી દુનિયા છોડી દેવાની હતીઃ નિત્યા મેનન

મુંબઈ, એક્ટર નિત્યા મેનન સાઉથની ફિલ્મોના ફૅન્સ માટે જાણીતું નામ છે, તે ઉપરાંત તેણે અભિષેક બચ્ચનની વૅબ સિરીઝ ‘બ્રીધ ઇન્ટુ ધ શેડો’માં પણ મહત્વનો રોલ કર્યાે હતો.
ગયા વર્ષે તેને નેશનલ એવોર્ડ મળ્યો છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે તે નેશનલ એવોર્ડ જીતી તે પહેલાં તે ચૂપચાપ ફિલ્મની દુનિયા છોડી દેવાનું વિચારતી હતી.
ધનુષ સાથેની તેની ફિલ્મ ‘થિરુચિત્રમ્બલમ’ માટે તેને નેશનલ એવોર્ડ મળ્યો છે. તેણે આગળ જણાવ્યું કે તેને સાદું જીવન જીવવું ગમે છે, જેમાં તે ગમે ત્યાં ચાલીને જઈ શકે અને બગીચામાં જઈ શકે તો પણ તેના પર કોઈ ધ્યાન ન આપે.નિત્યાએ આગળ જણાવ્યું, “મેં મારી પસંદથી સિનેમાને મારા કામ માટે પસંદ કર્યું નથી. ફિલ્મોમાં પ્રવેશ કર્યા પછી જ મેં ઇશ્વરમાં માનવાનું શરૂ કર્યું. મારા પિતા નાસ્તિક છે.
તેથી હું પણ મોટી થઇને એવી જ બની. જ્યારે મે આ કામ પસંદ કર્યું, ત્યારે મને સમજાયું કે મને સતત કોઈનું માર્ગદર્શન મળી રહ્યું છે. જે બહુ શક્તિશાળી છે અને મારું તેના પર કોઈ નિયંત્રણ નથી. આ એવું કામ છે જે મને ગમતું નથી, જો મને વિકલ્પ મળે તો હું ચોક્કસ છોડી દઉઁ.”તેણે આગળ જણાવ્યું,“કદાચ લોકોને મારી આ વાત સાંભળીને એવું લાગશે કે મને તેનું મૂલ્ય નથી. આ કામ મારા વ્યક્તિત્વથી ઘણું અલગ છે.
મારે એક સામાન્ય જીવન જીવવું છે. મને પ્રવાસ કરવો બહુ જ ગમે છે એટલે મારે પાયલોટ બનવું હતું. મારે બગીચામાં ચાલવું હોય છે અને આઝાદીનો અનુભવ કરવો હોય છે. પરંતુજો હું અભિનેત્રી બનું તો મારે આ બધું જ છોડી દેવું પડે. ક્યારેક, હું મારી જાતને પૂછુ છું કે શું આટલું બધું છોડીન જે પામું છું એ યોગ્ય છે કે નહીં. મારા વાલીએ તો ક્યારેય મારા નિર્ણયોમાં દખલગીરી કરી નથી.
પરંતુ હું એમને કહ્યાં કરું છું કે મારે આ કામ છોડી દેવું છે.”ત્યાર બાદ નિત્યાએ મોટો ખુલાસો કર્યાે. તેણે કહ્યું, “મેં નેશનલ એવોર્ડ મળ્યો એ પહેલાં મેં નક્કી કરેલું કે મને મળેલાં કામો પૂરા કરીશ પછી ચૂપચાપ ફિલ્મો છોડી દઇશ.
મને લાગ્યું હતું કે કોઈને ખબર નહીં પડે કે હું ક્યાં છું અને શું કરું છું. પરંતુ મને નેશનલ એવોર્ડ મળી ગયો.” નિત્યા મેનન હવે તમિલ ફિલ્મ કઢાલિક્કા નેરામિલ્લઈમાં જાવા મળશે. જે ઉત્તરાયણ પર રિલીઝ થઈ રહી છે.SS1MS