‘દબંગ ૨’માં છેદી સિંહના ભાઈનો રોલ ઓફર થયો, જે મને મંજુર નોતો
મુંબઈ, સલમાન ખાનની ‘દબંગ’ અને ‘દબંગ ૨’એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. પહેલા ભાગમાં સોનુ સૂદ વિલન બન્યો હતો. તેણે છેદી સિંહનું પાત્ર ભજવ્યું હતું. સલમાને તેને બીજા ભાગમાં છેદી સિંહના ભાઈની ભૂમિકાની ઓફર કરી હતી, પરંતુ અભિનેતાએ આ ઓફર ફગાવી દીધી હતી.
બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ૨૦૧૦ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દબંગ’માં વિલન છેદી સિંહની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. તેણે તાજેતરમાં જ ખુલાસો કર્યાે હતો કે સલમાન ખાને તેને ‘દબંગ ૨’માં છેદી સિંહના ભાઈની ભૂમિકા ભજવવાની ઓફર કરી હતી.
અભિનવ કશ્યપ દ્વારા દિગ્દર્શિત ‘દબંગ’માં સંકેત આપવામાં આવ્યો હતો કે આગામી ભાગમાં છેદી સિંહનો ભાઈ ચુલબુલ પાંડે (સલમાન ખાન) પાસેથી બદલો લેશે. આ સેટઅપ હોવા છતાં, પ્રકાશ રાજે ‘દબંગ ૨’માં ઘણા વિલનને રજૂ કર્યા. જેમાં નિકિતિન ધીર અને દીપક ડોબરિયાલનો સમાવેશ થાય છે.
સોનુ સૂદે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યાે છે. તેણે કહ્યું, ‘સલમાન અને અરબાઝ મારા પરિવાર જેવા છે. તેથી તેણે મને છેદી સિંહના ભાઈની ભૂમિકા ભજવવા માટે ફરીથી બોલાવ્યો, પરંતુ મેં તેને કહ્યું કે હું આ ભૂમિકા ભજવીને ઉત્સાહિત નથી. તો હું તે કેવી રીતે કરીશ? તેણે કહ્યું ઠીક છે, કોઈ વાંધો નથી.
સોનીએ એ પણ જણાવ્યું કે સલમાને તેને ‘દબંગ ૨’ના પ્રીમિયરમાં આમંત્રણ આપ્યું હતું અને સિક્વલનો ભાગ ન હોવા છતાં તે કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. ‘દબંગ’ અને ‘દબંગ ૨’ બંને મોટી હિટ હતી, પરંતુ ત્રીજો હપ્તો ‘દબંગ ૩’ બોક્સ ઓફિસ પર નબળી રહી હતી.
સોનુની આગામી ફિલ્મની વાત કરીએ તો તે ‘ફતેહ’માં જોવા મળશે. તેણે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને તે નિર્માતા પણ છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સોનુ સિવાય તેમાં જેકલીન ફર્નાન્ડિસ, વિજય રાઝ અને નસીરુદ્દીન શાહ છે.SS1MS