સુનિધી ચૌહાણ મારાથી ડરી ગઈ તો મને બહુ દુઃખ થયું હતું
મુંબઈ, વિજય વર્મા એક ઉમદા અને વાસ્તવવાદી અભિનય કરતા કલાકાર તરીકે જાણીતો છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલાં વિજયે ખુલાસો કર્યાે હતો કે તેના રોલથી ઘણી મહિલાઓ અને તેના ચાહકો, તેમની માતાઓ ગભરાઈ જતી હોય છે.
તેનાથી તેને દુઃખ થાય છે. આ વખતે તેણે તેની ફિલ્મ ‘પિંક’ના ઓલ વીમેન સ્ક્રિનિંગની ઘટના યાદ કરતા કહ્યું હતું કે ફિલ્મના અંત પછી માહોલ અચાનક જ બદલાઈ ગયો હતો. ત્યાં હાજર મોટાભાગની મહિલાઓ આ ગંભીર ફિલ્મના અંતે રડી પડી હતી.
ખાસ કરીને તેને જ્યારે ખ્યાલ આવ્યો કે સુનિધી ચૌહાણ તેનાથી ડરી ગઈ હતી અને અને તે નહોતી ઇચ્છતી કે વિજય તેની નજીક જાય, આ વાતથી તેને ઘણું દુઃખ થયું હતું. આ પ્રતિભાવોથી તે તેના અભિનયની અસર વિશે વિચારવા લાગ્યો હતો.
આ છતાં વિજય વૈવિધ્યસભર રોલ કરતો રહ્યો છે, જેમકે ‘કાલકૂટ’ અને ‘આઈસી ૮૧૪ ઃ ધ કંદહાર હાઇજેક’માં તેના અભિનયના ખુબ વખાણ થયા છે. ફિલ્મ હોય કે ઓટીટી પ્લેટફર્મ, બધા પર વિજય વર્માનો અભિનય યાદગાર રહ્યો છે.
તાજેતરમાં જ રાજકુમાર હિરાનીએ વિજય વર્માને એક અદભૂત કલાકાર ગણાવીને તેની સાથે ફિલ્મ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, “મેં તેને હજુ કહ્યું નથી પણ અમે કશુંક લખી રહ્યા છીએ અને હું એને આ માટે કોલ પણ કરવાનું વિચારું છું.”
આ પહેલાં રાજકુમાર હિરાનીના પ્રોડક્શનમાં અને ડિરેક્શનમાં ’૧૨ ફેઈલ’ ફિલ્મ ઘણી સફળ રહી છે. તેથી હવે વિજય વર્મા સાથે કામ કરવાની વાતથી ફિલ્મ રસિકોની આતુરતા વધી છે.SS1MS