જે જાતિની વાત કરશે, તેને લાત મારીશઃ નીતિન ગડકરી

નાગપુર, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી એકવાર જાતિ આધારિત ભેદભાવને લઈને ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે હું જાતિ આધારિત ભેદભાવ કરતો નથી. મને ફરીથી વોટ મળે કે ન મળે તેની ચિંતા નથી કરતો. આ સાથે નિતિન ગડકરીએ ઉમેર્યું કે, લોકો જાતિના આધારે મને મળવા આવે છે.
મેં એ તમામને ૫૦૦૦૦ લોકોની વચ્ચે કહી દીધું કે જે જાતિની વાત કરશે, તેને જોરદાર લાત મારીશ. હું ધર્મ અને જાતિની વાત જાહેરમાં કરતો નથી. ભલે ચૂંટણી હારી જાઉં કે મંત્રી પદ જતું રહે, હું મારા આ સિદ્ધાંત પર કાયમ રહીશ.ગડકરીએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિનું મૂલ્ય જાતિ, ધર્મ, ભાષા કે લિંગને બદલે તેના ગુણોથી નક્કી થવું જોઈએ.
એટલા માટે અમે જાતિ, સંપ્રદાય., ધર્મ, ભાષા કે લિંગના આધાર પર કોઈની સાથે ભેદભાવ કરતા નથી. ગડકરીએ યાદ કરીને કહ્યું કે કેટલાક લોકો પોતાની જાતિગત ઓળખના આધારે મારો સંપર્ક કરતા હતા, પરંતુ હું મારા સિદ્ધાંત પર અડગ રહ્યો. હું રાજનીતિમાં છું અને અહીંયા બધુ જ ચાલતું રહે છે, પરંતુ હું તેનો ઈનકાર કરું છું, ભલે મને વોટ મળે કે ન મળે. હું મારા હિસાબથી જ ચાલું છું.SS1MS