તને ટનલ સુધી મુકીને આવીશ, અંકિતાના પતિને મુનવ્વરે આપી ધમકી
મુંબઈ, મુનવ્વર ફારૂકી, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહશેટ્ટીની ટીમ ‘એ’ બિગ બોસ ૧૭ના ઘરમાં ખરાબ રીતે હારી ગઈ છે. હવે આગામી એપિસોડમાં ટીમ ‘બી’ ટોર્ચર ટાસ્કનો સામનો કરવા જઈ રહી છે.
ટીમ ‘બી’માં વિકી જૈન, આયેશા ખાન અને ઈશા માલવિયાની સાથે અંકિતા લોખંડેનો સમાવેશ થાય છે. પહેલા દિવસે અંકિતાની ટીમે ટીમ ‘છ’ને ખૂબ ટોર્ચર કર્યું હતું. અને હવે ટીમ ‘બી’ એ બધી વસ્તુઓ છુપાવવાનું શરૂ કરી દીધું છે, જેની સાથે ટાસ્ક પહેલા તેમને ટોર્ચર કરી શકાય.
જ્યારે મુનવ્વર બિગ બોસના ઘરની છત પર ફેંકેલી ડોલ જોશે, ત્યારે તે અને અભિષેક સાથે મળીને ડોલને નીચે લાવવાનો પ્રયાસ કરશે. મુનવ્વર અને વિક્કી વચ્ચે આ બાબતને લઈને દલીલ થશે અને બંને એકબીજાનો કોલર પકડશે.
આ લડાઈ વચ્ચે મુનવ્વર અંકિતા લોખંડેના પતિ વિકી જૈનને ધમકી આપશે અને કહેશે કે હું તને ટનલ સુધી છોડી દઈશ. વાસ્તવમાં જ્યારે સ્પર્ધકો બિગ બોસના ઘરમાંથી બહાર નીકળે છે, ત્યારે તેઓ ટનલમાંથી પસાર થાય છે.
આ જ કારણ છે કે મુનવ્વરે ટનલના નામ પર વિક્કી જૈનને ધમકી આપી હતી અને કહ્યું હતું કે ટૂંક સમયમાં તે તેને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢી મુકશે.
વાસ્તવમાં જ્યારે મુનવ્વર અને અભિષેક છત પરથી ડોલ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે વિક્કીએ તેમનો હાથ પકડીને તેમને નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
વિક્કીના આ પગલાથી મુનવ્વરને ઈજા થઈ શકે તેવું હતું અને આ જ કારણ છે કે કોમેડિયનને ‘વિક્કી ભૈયા’ પર ગુસ્સો આવ્યો હતો. પણ વિક્કી પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નહોતો. તેનું આવું વર્તન જોઈને મુનવ્વરનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો અને તેણે વિક્કીને બિગ બોસમાંથી બહાર કાઢી દેવાની ધમકી આપી હતી.SS1MS