ઉલ્ટા ચશ્મામાં હું કમબેક કરવાનો નથી: ભવ્ય ગાંધી

મુંબઈ, છેલ્લા ૧૪ વર્ષથી લોકોને મનોરંજન પીરસી રહેલો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણથી લાઈમલાઈટમાં રહે છે. સીરિયલમાં ટપ્પુનું પાત્ર ભજવી રહેલો એક્ટર રાજ અનડકટ છેલ્લા ઘણા મહિનાથી જાેવા મળી રહ્યો નથી.
જેના લીધે જૂનો ‘ટપ્પુ’ એટલે કે ભવ્ય ગાંધી આસિત મોદીના શોમાં કમબેક કરવાનો હોવાની ચર્ચા વહેતી થઈ હતી. જેના પર તેનું રિએક્શન સામે આવ્યું છે. એક વેબપોર્ટલ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું હતું કે ‘આ માત્ર અફવા છે અને હું શોમાં પરત આવી રહ્યો નથી.
આ પ્રકારના રિપોર્ટ્સમાં કોઈ સત્યતા નથી’. ભવ્ય ગાંધી કમબેક પરત આવવાનો હોવાના સમાચાર સાંભળી, જે ચાહકો ખુશ થયા હતા તેઓ એક્ટરનું નિવેદન સાંભળી નિરાશ થઈ શકે છે. જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શરૂઆત થઈ એટલે કે વર્ષ ૨૦૦૮થી ભવ્ય ગાંધી શોનો ભાગ હતો અને ૨૦૧૭ સુધી પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ એક્ટર તરીકે કરિયર બનાવવા માટે તેણે શો છોડ્યો હતો.
તે સમયે વાતચીત કરતાં એક્ટરે ્સ્ર્દ્ભંઝ્ર શો છોડવા પર શું તેની પોપ્યુલારિટી પર અસર પડી તે અંગે વાત કરતં તેણે કહ્યું હતું કે ‘તે પોપ્યુલારિટી વિશે નથી. મેં ક્યારેય પોપ્યુલારિટી વિશે આશા રાખી નહોતી. આ બધી માર્ગમાં મળેલી વસ્તુ છે અને જાે તે નહીં હોય તો પણ મને વાંધો નથી. હું માત્ર એટલું જ જાણું છું કે મારે કંઈક કરવું છું અને તે માટે હું અહીં છું.
મને નથી ખબર કે તે કઈ વસ્તુ છે પરંતુ એક દિવસ હું તે શોધી લઈશ’. અત્યારસુધીમાં તે ‘કહેવતલાલ પરિવાર’, ‘તારી સાથે’, ‘પપ્પા તમને નહીં સમજાય’ તેમજ ‘બહુ ના વિચાર’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ભવ્ય ગાંધીની એક્ઝિટ બાદ રાજ અનડકટની ‘ટપ્પુ’ તરીકે એન્ટ્રી થઈ હતી. હાલ તે પણ શોમાંથી ગાયબ છે અને બોલિવુડમાં કરિયર બનાવવા માટે મથી રહ્યો છે.
છેલ્લે તે એક રોમેન્ટિક મ્યૂઝિક વીડિયોમાં જાેવા મળ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં છેલ્લા ૧૪ વર્ષથી ‘તારક મહેતા’ના પાત્રમાં જાેવા મળેલા શૈલેષ લોઢાએ પણ શો છોડ્યો હતો અને તેને સચિન શ્રોફે રિપ્લેસ કર્યા છે. ‘દયાભાભી’નું પાત્રમાં જાેવા મળેલી દિશા વાકાણી પણ ગાયબ છે અને તે કમબેક કરે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી.SS1MS