મારી આત્મકથામાં મેચ ફિક્સિંગના બધા રહસ્યોનો ઘટસ્ફોટ કરીશઃ રાશિદ

કરાચી, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતિફે તેની આત્મકથામાં પાકિસ્તાનની ટીમના મેચ ફિક્સિંગ કાંડ અંગે તમામ રહસ્યોનો ઘટસ્ફોટ કરવાનું જણાવ્યું છે.
૯૦ના દાયકામાં પાકિસ્તાન ટીમ પર મેચ ફિક્સિંડનો આરોપ લાગતા ખળભળાટ મચી ગયો હતો. રાશિદે દાવો કર્યાે છે કે, મારા પુસ્તકમાં હું તમામ હકીકત અંગે વિસ્તારપૂર્વક જણાવીશ જેનાથી તમામની આંખ ઉઘડશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રહી ચુકેલા રાશિદે પાક. ડ્રેસિંગરૂમમાં મેચ ફિક્સિંગ થતું હોવાનો સૌપ્રથમ ધડાકો કર્યાે હતો.
લતિફના મતે તેણે આત્મકથા લખવાની કામગીરી શરૂ કરી દીધી છે. લતિફે ૨૦૦૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધા બાદ આ સૌપ્રથમ વખત તેની આત્મકથા વિશે વાત કરી હતી.
રાશિદ લતિફ પાકિસ્તાન ક્રિકેટના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ વિકેટકીપર પૈકીનો એક છે. ૧૯૯૪માં દક્ષિણ આળિકાના પ્રવાસ દરમિયાન લતિફ અને પૂર્વ પાક. ક્રિકેટર બાસિત અલીએ નિવૃત્તિ લેવાની જાહેરાત સાથે મેચ ફિક્સિંગ કૌભાંડ અંગે સૌનું ધ્યાન દોર્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ડ્રેસિંગરૂમમાં જે પ્રકારનો માહોલ છે તેને જોતા ટીમમાંથી રમવું શક્ય નથી.
લતિફે દાવો કર્યાે હતો કે મેચમાં કેટલાક ખેલાડીઓ જાણી જોઈને હારવા માટે રમતા હતા અને તેના ઉપર પણ આવું કરવા દબાણ કરાતું હતું.
ત્યારબાદ વર્ષ ૨૦૦૦-૨૦૦૧માં જસ્ટિસ કૈયુમ દ્વારા ન્યાયિક તપાસ હાથ ધરાઈ હતી અને મેચ ફિક્સિંગ બદલ સલિમ મલિક ઉપર આજીવન પ્રતિબંધ મુકાયો હતો. આ ઉપરાંત વસિમ અકરમ, વકાર યુનિસ અને મુશ્તાક અહેમદને તપાસમાં સહકાર ના આપવા બદલ દંડ કરાયો હતો. પેસ બોલર અતા-ઉર-રહેમાન પર ખોટી જુબાની બદલ આજીવન પ્રતિબંધ લદાયો હતો.
જસ્ટિસ કૈયુમનો અહેવાલ જાહેર થયો હોવા છતાં વર્ષાે સુધી પાકિસ્તાન ટીમમાં મેચ ફિક્સિંગનું દુષણ જોવા મળ્યું હતું. સ્પોટ ફિક્સિંગ કાંડ બદલ દાનિશ કનેરિયા, સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર, સર્જિલ ખાન, ખાલિદ લતિફ અને અન્ય ખેલાડીઓ પર પ્રતિબંધ મુકાયો હતો અથવા તેમના દંડ ફટકારવામાં આવ્યો હતો.SS1MS