Western Times News

Gujarati News

‘હું સિંઘમ અગેઈન જોઈશ, તમે પણ ભૂલ ભુલૈયા ૩ જોજો’

મુંબઈ, આ વર્ષે દિવાળી પર બે બિગ બજેટ ફિલ્મો વચ્ચે સીધી ટક્કર થવાની છે. આ ટક્કરની અસરથી બોક્સઓફિસ પર આતશબાજીનો માહોલ સર્જાવાની અપેક્ષા છે.

નવી પેઢીના સ્ટારમાં મોખરાના સ્થાને ઊભી આવેલા કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા ૩’ અને ત્રણ પેઢીથી સિંઘમ બની રહેલા અજય દેવગનની ફિલ્મો વચ્ચે મુકાબલો થવાનો છે. બંને ફિલ્મની ટીમે આ ટક્કર નિવારવા પ્રયાસ કર્યા હતા, પરંતુ પોતાની રિલીઝ ડેટ બદલવા કોઈ તૈયાર ન હતું. હવે આ ટક્કર અનિવાર્ય બની છે ત્યારે તેની વિપરિત અસર પોતાની ફિલ્મ પર ના પડે તેની સાવચેતી રખાઈ રહી છે.

કાર્તિક આર્યન રિલીઝ પૂર્વે ફિલ્મના પોઝિટિવ પ્રમોશનના પ્રયાસ કરતાં કહ્યું હતું કે, આ સ્થિતિને મુકાબલા તરીકે જોવી જોઈએ નહીં. હું સિંઘમ અગેઈન જોવાનો છે અને તમે પણ ભૂલ ભુલૈયા ૩ જોવાનું ચૂકશો નહીં. કાર્તિકની ‘ભૂલ ભુલૈયા ૩’ ૧ નવેમ્બરે રિલીઝ થવાની છે અને તે દિવસે દિવાળી વેકેશનનો માહોલ પણ છે.

૨૦૨૨માં આવેલી હોરર કોમેડીની સીક્વલ તરીકે આ ફિલ્મ બની છે. આ જ દિવસે રોહિત શેટ્ટી-અજય દેવગનની ‘સિંઘમ અગેઈન’ આવી રહી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત થાય ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આ બંને ફિલ્મ વચ્ચે સીધી ટક્કરનો ઉલ્લેખ થઈ રહ્યો છે.

ફિલ્મના પ્રમોશન દરમિયાન આ અંગે વાત નીકળતાં કાર્તિક આર્યને ખૂબ સાવચેતીથી જવાબ આપ્યો હતો. કાર્તિકે કહ્યું હતું કે, દિવાળીના તહેવારો દરમિયાન બે ફિલ્મો ચલાવવા માટેની પૂરતી જગ્યા થીયેટરો પાસે છે. સિંઘમ અગેઈન એક્શન જોનરની છે, જ્યારે ભૂલ ભુલૈયા ૩ હોરર-કોમેડી છે. ઓડિયન્સ માટે આ સ્થિતિ તહેવાર જેવી છે, કારણ કે એક જ દિવસમાં તેને બંને ઓપ્શન મળે છે.

આ પ્રકારની સ્થિતિ જવલ્લે જ આવે છે. વધુમાં કાર્તિકે જણાવ્યું હતું કે, દિવાળી સમયે એવી બે ફિલ્મો આવી રહી છે, જેની ઓડિયન્સને લાંબા સમયથી પ્રતિક્ષા હતી. હું બંને ફિલ્મને આવકારું છું અને બંને ફિલ્મ જોવા પણ જવાનો છે.

બંને ફિલ્મ સફળ થવાના ચાન્સ વધારે છે, તેથી આ સ્થિતિને સ્પર્ધા તરીકે જોવી જોઈએ નહીં. લોકોએ પણ સિંઘમ વર્સીસ ભૂલ ભુલૈયા કહેવાની આદત છોડવી જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.