IBDના સેટ પર નોરાને જોઈને ટેરેંસ ઘેલો થયો
મુંબઈ: એક્ટ્રેસ નોરા ફતેહીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. નોરા ફરી એકવાર ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના સેટ પર જોવા મળશે. દશેરા પર પ્રસારિત થનારા એપિસોડમાં નોરા જોવા મળશે. આ શોનો નવો પ્રોમો સામે આવી ગયો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. નોરાને ફરીથી શોમાં જોઈને સૌ કોઈ ઉત્સાહિત થયા હતા.
સેટ પર નોરા વ્હાઈટ રંગના ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસમાં નોરા હંમેશાની જેમ સુંદર લાગતી હતી. પ્રોમોમાં બતાવાયું છે કે, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના દશેરાના એપિસોડમાં નોરાની એન્ટ્રી થશે. નોરાને જોઈને ખુશ-ખુશ થઈ ગયેલો ટેરેંસ જજની ખુરશી છોડીને તેને મળવા દોડી જાય છે.
સ્ટેજ સુધી પહોંચતા પહોંચતા ટેરેંસ સહેજ પડવા જેવો થઈ જાય છે. આ જોઈને ભારતી તેની મજાક ઉડાવતાં કહે છે, ટેરેંસ સર એવી રીતે દોડતા-પડતાં આવ્યા છે જાણે કોરોનાની વેક્સિન આપણા સેટ પર આવી હોય. આ સાંભળીને ટેરેંસ હસી પડે છે. બાદમાં મલાઈકા અરોરા, ટેરેંસ અને નોરા ડાન્સ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં મલાઈકા અરોરા, ટેરેંસ લુઈસ અને ગીતા કપૂર જજ છે. ગયા મહિને મલાઈકા અરોરાને કોરોના થતાં તેના સ્થાને થોડા દિવસ માટે નોરા ફતેહી જજ તરીકે આવી હતી. નોરા શોમાં હતી ત્યાં સુધી ટેરેંસ લુઈસને તેની સાથે ફ્લર્ટ કરતો બતાવાયો હતો. નોરા શોમાં હતી તે સમયને લોકોએ ખૂબ માણ્યો હતો.
જો કે, મલાઈકા કોવિડ મુક્ત થતાં નોરાની શોમાંથી એક્ઝિટ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, નોરા શોમાં આવી ત્યારે વિવાદ પણ થયો હતો. નોરા અને ટેરેંસનો એક વિડીયો વાયરલ થયો હતો. જે બાદ ટેરેંસ પર નોરાને ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ લાગ્યો હતો. આ મુદ્દે નોરાએ કહ્યું હતું કે, વિડીયો મોર્ફ અને ફોટોશોપ કરેલો હતો. તો ટેરેંસે પણ પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું, પહેલી વાત તો એ કે મારો ઉછેર એ રીતે થયો નથી.
હું ગુરુ છું. વાલીઓ પોતાના બાળકોને જ્યારે મારા ડાન્સ ક્લાસમાં શીખવા મોકલે છે ત્યારે મારા પર વિશ્વાસ રાખે છે. કોઈનો વિશ્વાસઘાત કરવામાં હું માનતી નથી. હું ઘણી હીરોઈનો માટે ફિટનેસ ટ્રેનર રહી ચૂક્યો છું. સ્પર્શ કરવાની વાત તો દૂર પરંતુ જો તમારી ખરાબ નજર હશે તો ગમે તે મહિલા તરત પકડી પાડશે.