ઈબ્રાહિમ અને પલક નાઈટ આઉટમાં બંને સાથે જોવા મળ્યા
મુંબઈ, રૂમર્ડ કપલ ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી શનિવારે ડેટ નાઈટ દરમિયાન જોવા મળ્યા હતા. બંનેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ગઈ કાલે રાત્રે ઈબ્રાહિમ અને પલક એકસાથે મુંબઈના લાયલા, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા.
બંને એક જ કારમાં અહીં પહોંચ્યા હતા. પહેલા પલક કારમાંથી નીચે ઊતરી અંદર ગઈ અને પછી ઈબ્રાહિમ તેની પાછળ ગયો. જો કે, પછી બંને જ્યારે પાછા ફર્યા ત્યારે તેમના ઘણા મિત્રો પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
આ પહેલીવાર નથી જ્યારે ઈબ્રાહિમ અને પલક સાથે જોવા મળ્યા હોય. આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંનેએ ન્યૂ યર પાર્ટી પણ સાથે સેલિબ્રેટ કરી હતી. આ દરમિયાન જ્યારે પાપારાઝીએ તેમને કેમેરામાં કેપ્ચર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઈબ્રાહિમે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.
પલક અને ઈબ્રાહિમના ડેટિંગની ચર્ચા ડિસેમ્બર ૨૦૨૨માં શરૂ થઈ હતી જ્યારે બંને મુંબઈમાં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. જ્યાં ઈબ્રાહિમ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહનો પુત્ર છે. તો પલક પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈબ્રાહિમે કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો ઈબ્રાહિમ કરણ જોહરના બેનર હેઠળ બની રહેલી આગામી ફિલ્મ ‘સરઝમીન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
આ ફિલ્મમાં તેની સાથે કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન જોવા મળશે. પલકે સલમાન ખાન સ્ટારર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સહિત કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે.SS1MS