ઇજિપ્તમાં યોજાયેલ ICAની બોર્ડ મિટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા દિલીપ સંઘાણી
ઇજિપ્ત ખાતે આઇસીએની બોર્ડ મિટિંગ યોજાઇ હતી. તેમજ ૧૩મી આફ્રિકન મિનિસ્ટ્રીયલ કો-ઓપરેટિવ કોન્ફરન્સને ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીએ સંબોધન કર્યું હતું. ICA Board meets in Egypt; Chandra Pal & Sanghani attend.
દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, વિશ્વ બજારમાં ભારતની સહકારી યોજના અને પ્રવૃત્તિનું માર્ગદર્શન મહત્વનું બની રહ્યું છે. દેશના આર્થિક વિકાસમાં સહકારી પ્રવૃત્તિ અનિવાર્ય હોય તેવા સમયે ભારતની સહકારી ઉપલબ્ધીઓનો લાભ પોતાના દેશમાં મળે તે અંગેનું માર્ગદર્શન વિશ્વ સમુદાય ભારત પાસેથી મેળવવા ઇચ્છૂક છે.
કૃષિ ધિરાણ ખેતી યોજનાઓ, ધિરાણ પ્રક્રિયા વગેરે બાબતોના સમાવેશથી બોર્ડની મિટિંગ સહકારી ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વની બની હતી.
ભારતના સહકારી પ્રતિનિધિ મંડળે દિલીપ સંઘાણીની આગેવાનીમાં ઇજિપ્તની અનેક સહકારી પ્રવૃત્તિઓ અને સંસ્થાઓની મુલાકાત લઇ યોજનાકિય જાણકારી મેળવી હતી. આ તકે ડો. ચંદ્રપાલસિંહ યાદવ સહિતનાઓ હાજર રહ્યા હતા.