ICAIની અમદાવાદ બ્રાન્ચ ‘ટીમ’ અને ‘આઈ ટુ વી’ના વિઝન સાથે કાર્ય કરવા સજ્જ
અમદાવાદ, ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI)ની અમદાવાદ બ્રાન્ચનાં (Ahmedabad) વર્ષ 2022-23 માટેનાં નવા ચૂંટાયેલા ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ બ્રાન્ચને અમે ‘આઈ ટુ વી’ અને ‘ટીમ’નાં વિઝન સાથે કાર્ય કરવા પ્રતિબધ્ધીત છે.
નવા હોદ્દાનો કાર્યકાર સંભાળતા અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે આઈસીએઆઈનાં પ્રથમ પ્રેસિડેન્ટ સીએ જી એ કાપડિયા સાહેબ અને અમદાવાદ બ્રાન્ચમાંથી આઈસીએઆઈનાં પૂર્વ પ્રેસિડેન્ટ સીએ સુનિલ તલાટી સાહેબનાં સ્મરણ સાથે અમદાવાદ બ્રાન્ચનાં તમામ પૂર્વ સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને રિજનલ કાઉન્સિલ મેમ્બર્સનો આભાર માન્યો હતો.
સીએ બિશન શાહે અમદાવાદ બ્રાન્ચની આગામી પ્રવૃત્તિઓની રૂપરેખા આપતા જણાવ્યું કે નવી ઓફિસોમાં કાર્ય કરતા યુવા સીએ મેમ્બર્સને અમે મદદરૂપ થવા કાર્ય કરીશું. આ ઉપરાંત મહિલા સીએ મેમ્બર્સને પણ પોતાની કાર્યદક્ષતા દર્શાવવાની પૂરતી તકો મળે તે માટેનું પ્લેટફોર્મ પૂરુ પાડીશું.
તેમણે વધુમાં જણાવ્યું કે યુવા સીએ મેમ્બર્સને સિનિયર સીએ મેમ્બર્સ તરફથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અમારો પ્રયત્ન રહેશે. ઉપરાંત અમદાવાદ બ્રાન્ચનાં નવા આઈકોનીક ભવનનાં નિર્માણનું સ્વપ્ન ઝડપથી સાકાર થાય તેવો અમારો પ્રયાસ રહેશે.
નમ્રતા ધૈર્ય અને સતત પ્રયત્ન સાથે અમે કાર્ય કરવા કટિબધ્ધ છીએ તેમ કહેતા સીએ બિશન શાહે ઉમેર્યું કે આવતા બે વર્ષનો સમયગાળો અમદાવાદ બ્રાન્ચ માટે સુવર્ણકાળ બની રહેશે.
સીએ બિશન શાહે ટીમની સંકલ્પના વ્યક્ત કરી હતી. જેમાં ટી એટલે ટેક્નોલોજી અને સમયબધ્ધતા, ઈ એટલે કાર્યદક્ષતા અને સમાનતા, એ એટલે અવેરનેસ અને એકસેસ તેમજ એમ એટલે મોટિવેશન અને મેન્ટરશીપ.
નવેમ્બર ૨૦૨૨નાં મુંબઈનાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટન્ટસ યોજાઈ રહી છે જેમાં અમદાવાદ બ્રાન્ચનાં સભ્યો પણ મહત્તમ સંખ્યામાં ભાગ લેશે.
આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2022-23 માટેનાં નવા હોદેદારોની ચૂંટણી થઈ હતી. ચેરપર્સન તરીકે સીએ બિશન શાહ, વાઈસ ચેરપર્સન તરીકે સીએ (ડો.) અંજલિ ચોક્સી, સેક્રેટરી તરીકે સીએ નીરવ અગ્રવાલ અને ટ્રેઝરર તરીકે સીએ સમીર ચૌધરી ચૂંટાઈ આવ્યા છે.