ICCએ ક્રિકેટર રિઝવાન પર સાડા ૧૭ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/02/ICC-1024x576.webp)
અબુધાબી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મોટી કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચારી વિરોધી નિયમોના ઉલ્લંઘન માટે ક્રિકેટર પર સાડા ૧૭ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. આઈસીસીએ વર્ષ ૨૦૨૪માં યુએઈમાં રમાયેલી ટી૧૦ લીગ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘન માટે ક્લબ ક્રિકેટર રિઝવાન જાવેદને દોષી ઠેરવ્યો છે. સાથે અમીરાત ક્રિકેટ બોર્ડને ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના પાંચ અલગ-અલગ ઉલ્લંઘનો માટે દોષી ઠેરવી છે.
આઈસીસીએ જાણકારી આપતા કહ્યું- રિઝવાન તે આઠ ખેલાડીઓ અને અધિકારીઓમાં સામેલ છે, જેણે આઈસીસીએ પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં ૨૦૨૧ અબુધાબી ટી૧૦ ક્રિકેટ લીગ અને ભ્રષ્ટાચારના પ્રયાસોના સંબંધમાં ઈસીબી તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો.
આઈસીસી આચાર સંહિતા સમિચિના ચેરમેન માઇકલ જે બેલોફ કેસી, જે ઈસીબીની અનુશાસન પેનલના રૂપમાં કામ કરી રહ્યાં છે.
રિઝવાન આરોપોનો જવાબ આપી શક્યો નહીં. ત્યારબાદ માઇકલે આ ચુકાદો આપ્યો છે. રિઝવાનને આર્ટિકલ ૨.૧.૧ ની ત્રણ અલગ-અલગ રીતે અબુધાબી ટી ૧૦ ૨૦૨૧ મા મેચોને ફિક્સ કરવા, અયોગ્ય રીતે મેચ કે મેચના પાસાને પ્રભાવિત કરવાના પ્રયાસમાં સામેલ થવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.
આઈસીસીના જનરલ મેનેજર ઈન્ટીગ્રિટી એલેક્સ માર્શલે કહ્યું- રિઝવાન જાવેદને પ્રોફેશનલ ક્રિકેટરોને ભ્રષ્ટ કરવાના તેના વારંવાર અને ગંભીર પ્રયાસો માટે ક્રિકેટમાંથી એક લાંબો પ્રતિબંધ મળ્યો છે.
તેણે અમારી રમતની સુરક્ષા માટે બનેલા નિયમો પ્રત્યે કોઈ પસ્તાવો કે સન્માન દેખાડ્યું નથી. આ પ્રતિબંધથી ગમે તે લેવલ પર ક્રિકેટને નિશાન બનાવવાનો પ્રયાસ કરનાર બીજા ભ્રષ્ટાચારીઓને કડક સંદેશ આપવો જોઈએ અને આ તે પ્રદર્શિચ કરે છે કે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.SS1MS