ICDS અરવલ્લીએ ૯૭૫૭ દીકરીઓને આંગણવાડીમાં સરગવાનો જ્યુસ આપી નિરોગી બનાવવા પ્રયાસ હાથધાર્યો
હાલ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સરકાર આયુર્વેદીક ઉપચાર કોરોના સામે લડવા મહત્વ સાબીત થઇ રહ્યો હોવાનું અનેકવાર કહી ચુકી છે આયુર્વેદમાં સરગવાને વિવિધ સારવાર માટે અકસીર ગણવામાં આવે છે સરગવાનાં પાન અને સરગવાની શીંગ ગર્ભવતી મહીલાઓ, સ્તનપાન કરાવતી મહીલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહીલાઓ માટે અક્સીર છે
તેમજ તેના ઉપયોગથી જાતજાતનાં બેક્ટેરીયલ અને વાઈરલ ઈન્ફેક્શન સામે એ રક્ષણ આપે છે જેને કારણે ડેન્ગ્યુ , મલેરીયા, ચીકનગુનીયા કે સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે. અરવલ્લી આઈસીડીએસ વિભાગ દ્વારા જીલ્લાની આંગણવાડીમાં દીકરીઓ અને સગર્ભ મહિલાઓ માટે સરગવાનો જ્યુસ આપી નિરોગી બનાવવા પ્રયાસ હાથધર્યો છે
અરવલ્લી જીલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત સરગવાના જ્યુસ નું નિદર્શન અને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લાની દરેક આંગણવાડી પર સરગવાનું જ્યુસ બનાવીને દીકરીઓને પીવડાવવામાં આવ્યું હતું જીલ્લાની આશરે ૯૭૫૭ દીકરીઓએ સરગવાના જ્યુસનો લાભ લીધો હતો આઈસીડીએસ વિભાગ દ્વારા સરગવાનું મહત્વ પણ સમજાવ્યું હતું અને ઘર આગળ એક સરગવાનું ઝાડ વાવવા પણ માર્ગદર્શન આપ્યું હતું