હૈદરાબાદમાં આઈસ્ક્રીમ મિશ્રિત દારૂ વેચતા રેકેટનો પર્દાફાશ
તેલંગાણા, તેલંગાણાના હૈદરાબાદમાં આઈસ્ક્રીમ મિશ્રિત દારૂ વેચતા રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે એક કાફેમાં આઇસક્રીમ મિક્સ કરીને દારૂ વેચવામાં આવતો હતો. તેલંગાણાના હૈદરાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આઈસ્ક્રીમ કાફેમાં વ્હિસ્કી મિક્સ કરીને વેચવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસોથી આઈસ્ક્રીમ કાફે સામે ફરિયાદો મળી રહી હતી. જે બાદ શુક્રવારે દરોડો પાડવામાં આવ્યો હતો અને આઈસ્ક્રીમ મિશ્રિત વ્હિસ્કી જપ્ત કરવામાં આવી હતી.અધિકારીઓએ શનિવારે આ અંગે માહિતી આપી હતી.
એક ન્યૂઝ એજન્સીને માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે આઈસ્ક્રીમ સાથે વ્હિસ્કી મિક્સ કરીને વેચતા કથિત રેકેટનો પર્દાફાશ થયો હતો. તેમણે કહ્યું કે આ મામલાની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળી હતી. જે બાદ અધિકારીઓએ આઈસ્ક્રીમ કાફેની તપાસ કરી હતી.અધિકારીએ કહ્યું કે આ રેકેટમાં કથિત રીતે સામેલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આલ્કોહોલ મિશ્રિત આઈસ્ક્રીમ વેચવો એ ગુનો છે. આ આઈસ્ક્રીમ કાફે જ્યુબિલી હિલ્સમાં ચાલતું હતું. જ્યાં ગ્રાહકોને વ્હિસ્કી યુક્ત જીલેટો આઈસ્ક્રીમ વેચવામાં આવી રહ્યો હતો. અધિકારીઓએ રોડ નંબર ૧, જ્યુબિલી હિલ્સ પર સ્થિત ‘એરિકો કાફે’માંથી ૧૧.૫ કિલો ગેરકાયદેસર ઉત્પાદન જપ્ત કર્યું છે.
ઓપરેશનના પ્રભારી અધિકારીએ જણાવ્યું કે કેફે ‘બેગલ બ્રિગેડ ફૂડ્સ એલએલપી’ના સંચાલન હેઠળ હતું. આવી સ્થિતિમાં, કેફે બેગલ, ડોનટ્સ વગેરે તૈયાર કરવાનું કામ કરે છે. જોકે, મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે કેફેમાં વ્હિસ્કી બેઝ સાથેનો જીલેટો આઈસ્ક્રીમ વેચાઈ રહ્યો છે.SS1MS