ICICI ડાયરેક્ટે F&Oનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવા સેન્સિબુલ સાથે જોડાણ કર્યું
મુંબઈ – ભારતની અગ્રણી રિટેલ-સંચાલિત ઇક્વિટી હાઉસ ICICI સીક્યોરિટીઝ (I-Sec)એ આજે જણાવ્યું હતું કે, કંપનીએ icici ડાયરેક્ટ પ્લેટફોર્મ પર તેના અદ્યતન ટ્રેડિંગ સૂચનો અને સ્ટ્રેટેજીઓ પૂરી પાડવા થર્ડ પાર્ટી ડેરિવેટિવ્સ સ્ટ્રેટેજી પ્લેટફોર્મ સેન્સિબુલ સાથે જોડાણ કર્યું છે.
સેન્સિબુલ ઇક્વિટી એફએન્ડઓ ટ્રેડિંગ સ્પેસમાં લોકપ્રિય માધ્યમ છે તથા ટ્રેડિંગ સમુદાયને ઉપયોગ કરવા માટે સરળ ઇન્ટરફેસ, સ્ટ્રેટેજીઓ અને એનાલીટિક્સ છે. પ્લેટફોર્મ ટ્રેડર્સના માર્કેટ વ્યૂને આધારે સ્ટ્રેટેજીઓની યાદી સૂચવશે તથા ટ્રેડ, સ્ટ્રાઇક પ્રાઇસ, જોખમ, નફો અને નુકસાનની સંભવિતતા વગેરે જેવી તમામ આવશ્યક માહિતી પ્રદાન કરશે. કોઈ પણ વ્યક્તિ વિવિધ ઓપ્શન સ્ટ્રેટેજીની સરખામણી પણ કરી શકે છે, જેથી એના માટે ઉચિત સ્ટ્રેટેજી શોધી શકે. સેન્સિબુલ રોકાણકારો માટે સંભવિત સ્થિતિઓ ઊભી કરવાનો પ્રયાસ કરે છે, જેથી તેઓ પોઝિશન લેવા માટે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકે. અત્યારે સેન્સિબુલ 50,000થી વધારે યુનિક વીકલી લોગિન ધરાવે છે.
ICICI સીક્યોરિટીઝના રિટેલ ડિસ્ટ્રિબ્યુશન અને પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસના હેડ શ્રી કેદાર દેશપાંડેએ કહ્યું હતું કે, “એફએન્ડઓ ટ્રેડિંગમાં વધારાની સાથે રોકાણકારોએ તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજીઓને વધારવા અને એના વેલિડેશન માટે વિવિધ માધ્યમોનો વિચાર કરવો પડશે. આ સંદર્ભમાં અમને વિશ્વાસ છે કે, અમારા ગ્રાહકોને સેન્સિબુલની ઓફર અતિ ઉપયોગી લાગશે. ડેરિવેટિવ માર્જિન પર નવા નિયમન 1 જૂનથી અમલમાં આવ્યાં છે, જે ટ્રેડર્સને માર્જિન બચાવવા અને ચડઉતર સામે જોખમને લઘુતમ કરવા મલ્ટિ લેગ પોઝિશન લેવા પ્રોત્સાહન આપશે. સેન્સિબુલ અમારા ગ્રાહકોને જોખમ સામે વળતર અને માર્જિન પર આરઓઆઈની દ્રષ્ટિએ સૌથી વધુ અનુકૂળ સ્ટ્રેટેજી નક્કી કરવા સ્પર્ધાત્મકતા આપશે. અમે ICICI ડાયરેક્ટર પર સંપૂર્ણ ટ્રેડિંગ અનુભવને વધારે શ્રેષ્ઠ બનાવવા આ પ્રકારનાં વધારે જોડાણો કરવા આતુર છીએ.”
I-Secના ગ્રાહકો ICICI ડાયરેક્ટ કે સેન્સિબુલ પ્લેટફોર્મ્સ પર લોગિંગ કરીને સેન્સિબુલની સુલભતા હાંસલ કરી શકે છે. આ નિયમિત કિંમત મહિને રૂ. 1300/-ની સામે પ્રારંભિક કિંમત મહિને રૂ. 970/- પર ઉપલબ્ધ છે.
ICICI બેંકમાં ઓપ્શન ટ્રેડરમાં પોતાની કારકિર્દી શરૂ કરનાર સેન્સિબુલના સ્થાપક અને સીઇઓ આબિદ હુસૈને કહ્યું હતું કે, “ICICI ડાયરેક્ટ ટ્રેડિંગનો પર્યાય છે અને જ્યારે આપણામાંથી મોટા ભાગના કિશોર વયમાં હતા, ત્યારે લગભગ ટ્રેડિંગ શીખ્યા હતા. આ બાબત ICICI ડાયરેક્ટર સાથેની પાર્ટનરશિપને અમારા માટે સ્વપ્ન સાકાર થયું હોવાની લાગણી જન્માવે છે. અમે આ વૃદ્ધિને લઈને અને એના ક્લાયન્ટનાં સ્વાભાવિક મૂલ્યમાં વધારો કરવા અતિ ઉત્સાહિત છીએ. સેન્સિબુલ ટ્રેડ ઓપ્શનમાં અનુભવ ન ધરાવતા નવા નિશાળિયાને ટ્રેડિંગ કરવાનું શીખવે છે. આ માટે એણે અંગ્રેજી ભાષામાં સ્ટોક વધશે કે ઘટશે એ કહેવાનું રહેશે. અમારું અલ્ગોરિધમ બાકીનું કામ કરશે અને રોકાણકારની ધારણા માટે શ્રેષ્ઠ ઓપ્શન સ્ટેટ્રેજી શોધશે. ઉપરાંત મર્યાદિત નુકસાન સાથે અમારી તમામ સ્ટ્રેટેજીઓ આવશે, કારણ કે તેમને જોખમ સામે પર્યાપ્ત રક્ષણ મળે છે, જેનો અર્થ એ છે કે, યુઝરને મોટું નુકસાન નહીં થાય, પછી ભલે કોઈ પણ બાબત હોય. આ રોકાણકારનો વિશ્વાસ વધારશે અને માનસિક શાંતિ આપશે.”
છેલ્લાં થોડા વર્ષોમાં ભારતમાં ડેરિવેટિવ્સ બજારમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2019-20માં એનએસઈના ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટ માટે સરેરાશ ડેઇલ ટ્રેડિંગ વેલ્યુ રૂ. 139 લાખ કરોડ* હતું. છેલ્લાં 5 વર્ષમાં 44 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ દર (સીએજીઆર) પર વૃદ્ધિ થઈ છે.