Western Times News

Gujarati News

ICICI પ્રુડેન્શિયલ લાઇફે નવીન ટર્મ પ્રોડક્ટ રજૂ કરી

 જીવનશૈલી સાથે સંબંધિત સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓને પણ જીવન વીમાકવચ આપશે

મુંબઈ, આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિને કારણે જીવન વીમાકવચ મેળવવામાં મુશ્કેલી અનુભવતા ગ્રાહકો માટે ખાસ ઉદ્યોગનો પ્રથમ ટર્મ પ્લાન આઇસીઆઇસીઆઈ પ્રુ પ્રીશિયસ લાઇફ લોંચ કર્યો છે.

ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન્સ આજીવિકાના આધાર સમાન સભ્યનાં અકાળે અવસાનને કારણે પરિવારને આવકમાં થતા નુકસાન સામે કવચ પ્રદાન કરે છે. ડાયીબીટિસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટેરોલ, મેદસ્વીતા કે કેન્સરમાંથી સાજાં થયેલા કે કોઈ પણ સર્જરી કરાવેલા ગ્રાહકોને જીવન વીમાકવચ મેળવવામાં મુશ્કેલી પડે છે એટલે તેઓ તેમનાં પરિવારોને નાણાકીય સુરક્ષા આપવાની જવાબદારી અદા કરવા સક્ષમ હોતા નથી. આ પ્રકારની વ્યક્તિઓ તેમનાં સ્વાસ્થ્યને જાળવવા માટે કામ કરવાની સાથે વીમા વિના પરિવારની આર્થિક  સુરક્ષાનું જોખમ ધરાવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએચએફએસ-4)નાં અંદાજ મુજબ, 15થી 49 વર્ષની વયજૂથમાં 10.5 ટકા શહેરી મહિલાઓ અને 13.2 ટકા શહેરી પુરુષો લોહીમાં બ્લડનું ઊંચું સ્તર ધરાવે છે. આ સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ જ વયજૂથની કેટેગરીમાં 9.6 ટકા શહેરી મહિલાઓ અને 15.1 ટકા શહેરી પુરુષો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે.

આઇસીઆઇસીઆઈ પ્રુ પ્રીશિયસ લાઇફ ઇન્નોવેટિવ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે, જે સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ સ્થિતિ ધરાવતા ગ્રાહકોને ઉચિત જીવન વીમાકવચ પૂરું પાડે છે. આ પ્રોડક્ટ સ્વાસ્થ્ય સાથે સંબંધિત એક યા બીજી સમસ્યા ધરાવતી વ્યક્તિને ખાતરી આપી છે કે, તેમની ગેરહાજરીમાં તેમનાં પરિવારનાં સભ્યોને પર્યાપ્ત નાણાકીય સહાય મળશે.

પ્રોડક્ટ ગ્રાહકોને પોલિસીની મુદ્દતનાં ગાળામાં એક વાર કે નિયમિત રીતે હપ્તાવાર પ્રીમિયમની ચુકવણી કરવાની સુવિધા આપે છે. ગ્રાહકો તેમનાં પરિવારજનોનો દાવાની રકમ કેવી રીતે મળે એટલે કે લમ્પ સમ કે નિયમિત માસિક આવક સ્વરૂપે કે બંને રીતે સંયુક્ત સ્વરૂપે મળે એમાંથી કોઈ વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનાં ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પુનીત નંદાએ કહ્યું હતું કે, સામાન્ય રીતે ટર્મ પ્લાન્સ સ્વસ્થ ગ્રાહકોને વીમાકવચ પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે જીવનશૈલી સાથે સંબંધિત એક કે વધારે સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત લોકોનાં સેગમેન્ટને લક્ષ્યાંક બનાવ્યું છે. સામાન્ય રીતે આ સેગમેન્ટમાં વ્યક્તિઓને વીમાકવચ મેળવવામાં મુશ્કેલી પડે છે, જેથી તેમનાં પરિવારજનો પર આર્થિક અસુરક્ષાનું જોખમ વધી જાય છે.

આઇસીઆઇસીઆઈ પ્રુ પ્રીશિયસ લાઇફ નવીન પ્રોડક્ટ છે, જે ખાસ કરીને આ ગેપને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમને ઉચિત જીવન વીમાકવચ પ્રદાન કરીને અમે અમારાં ગ્રાહકોનાં પરિવારોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરીશું. અમે સરળ પ્રક્રિયાઓની સાથે આ પ્રકારનાં નવીન ઉત્પાદનોમાં માનીએ છીએ, જે દેશમાં જીવન વીમાની પહોંચ વધારવા માટે મહત્ત્વપૂર્ણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.