Western Times News

Gujarati News

ICICI પ્રુડેન્શિયલ લાઇફે નવી સેવિંગ્સ પ્રોડક્ટ –‘ICICI પ્રુ ગેરંટેડ ઇન્કમ ફોર ટુમોરો’ લોંચ કરી

આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે નવી લક્ષ્ય-આધારિત સેવિંગ્સ પ્રોડક્ટ –‘આઇસીઆઇસીઆઇ પ્રુ ગેરંટેડ ઇન્કમ ફોર ટુમોરો’ (ગિફ્ટ) લોંચ કરી છે, જે પોલીસીધારકોને તેમના લાંબાગાળાના નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરવા ગેરંટેડ આવક પ્રદાન કરે છે. આ નોન-પાર્ટિસિપેટિંગ સેવિંગ્સ પ્રોડક્ટ ગ્રાહકોને મહદ્દ અંશે ભાવિ આવકના સ્રોતોની અનિશ્ચિતતા દૂર કરવા સક્ષમ બનાવે છે. જીવન કવચ પરિવારને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે, જે મજબૂત નાણાકીય આયોજન માટે આવશ્યક છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર અમિત પાલ્ટાએ કહ્યું હતું કે, “તાજેતરમાં અમે 20મી વર્ષગાંઠની ઉજવણી કરી છે અને ‘આઇસીઆઇસીઆઇ પ્રુ ગેરંટેડ ઇન્કમ ફોર ટુમોરો’ (ગિફ્ટ)ના લોંચનો બીજો કોઇ સારો સમય હોઇ શકે નહીં.

આ વર્સેટાઇલ લાંબાગાળાની સેવિંગ પ્રોડક્ટ ગ્રાહકોને બહુવિધ લાભો ઓફર કરે છે. તે ગ્રાહકોની આવકની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે સંપત્તિ સર્જનનો માર્ગ પણ પ્રદાન કરે છે. આ ઘણી વિશેષતાઓ ધરાવતી પ્રોડક્ટ સરળ વળતર ઓફર કરવા ડિઝાઇન કરાઇ છે અને ગ્રાહકોને બીજા વર્ષથી જ લાભો પ્રાપ્ત કરવાની ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે, જેનાથી તેઓ મજબૂત નાણાકીય આયોજન વિકસાવવા સક્ષમ બની શકે.”

આ લક્ષ્ય-આધારિત સેવિંગ્સ પ્રોડક્ટના ત્રણ પ્રકારો નીચે મૂજબ છેઃ

આવકઃ પોલીસીધારક 5,7 અથવા 10 વર્ષની અવધિ માટે ગેરંટેડ ઇન્કમના સ્વરૂપે પાકતી મુદ્દતના લાભો પ્રાપ્ત કરી શકે છે. ઉદાહરણરૂપે, આ વિકલ્પ પોતાના બાળકોના શિક્ષણ માટે આયોજન કરતાં ગ્રાહકો માટે આદર્શ છે, જેમાં ફ્લેક્સિબલ પ્રીમિયમ ચૂકવણી અને આવકના સમયગાળાના વિકલ્પોથી આવકને શૈક્ષણિક લક્ષ્યો સાથે સુસંગત બનાવાવમાં મદદ મળે છે.

વહેલી આવકઃઆ પ્રકાર વિશેષ ફીચર્સ ઓફર કરે છે, જેનાથી ગ્રાહકો પોલીસીના બીજા વર્ષથી આવક મેળવવાનું શરૂ કરવા સક્ષમ બને છે, જે ગેરંટેડ અર્લી ઇન્કમ તરીકે ઓળખાય છે. ગેરંટેડ અર્લી ઇન્કમ વિકલ્પ ગ્રાહકને નિયમિત આવક મેળવવા માટે પોલીસી પાકવા સુધી રાહ જોવાની જરૂરિયાતમાંથી મુક્તિ અપાવે છે. આ વિકલ્પ ગ્રાહકોને લાભો પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે છે તેમજ તેમની બચતમાં સતત વૃદ્ધિ થતી રહે છે.

સિંગલ પે લમ્પસમઃ આ પ્રકારમાં ગ્રાહકોએ ખરીદી વખતે એકવાર પ્રીમિયમ ભરવાનું રહે છે અને પોલીસીની મુદ્દત નક્કીકરવાની રહે છે કે જે પછી તેઓ ગેરંટેડ લમ્પસમ લાભો પ્રાપ્ત કરવાનું પસંદ કરે છે. ગ્રાહકો જીવન કવચની સાથે-સાથે ગેરંટેડ વળતરના અન્ય લાભો પણ મેળવી શકશે.

‘આઇસીઆઇસીઆઇ પ્રુ ગેરંટેડ ઇન્કમ ફોર ટુમોરો’નું વધુ એક વિશિષ્ટ પાસું “સેવ ધ ડેટ” ફીચર છે. ગ્રાહકો તેમના અંગત જીવનમાં વિશેષ લક્ષ્યો બનાવવા માટે આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. ઉદાહરણરૂપે, તેઓ લગ્નની વર્ષગાંઠ, જીવનસાથીના જન્મ દિવસ વગેરે જેવી ખાસ તારીખો ઉપર આવક પ્રાપ્ત કરવાનું પસંદ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.