Western Times News

Gujarati News

ICICI બેંકએ ઇન્ટરનેટ પર તાત્કાલિક EMIની સુવિધા આપી

ગ્રાહકો વાજબી રીતે ઊંચા મૂલ્યની ચીજવસ્તુઓ ખરીદી શકશે

  • આ સુવિધા પ્રદાન કરનારી દેશમાં પ્રથમ બેંક બની
  • લાખો પ્રી-એપ્રૂવ્ડ ગ્રાહકો રૂ. 5 લાખ સુધીના નાણાકીય વ્યવહારોને તાત્કાલિક અને ડિજિટલ રીતે ઇએમઆઈમાં પરિવર્તિત કરી શકશે

મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંકે ICICI Bank એના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર તાત્કાલિક ઇએમઆઇ (સમાન માસિક હપ્તા)ની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ‘ઇએમઆઇ @ ઇન્ટરનેટ બેંકિંગ’નામની આ સુવિધાનો ઉદ્દેશ લાખો પ્રી-એપ્રૂવ્ડ ગ્રાહકોને એફોર્ડેબિલિટીમાં વધારો કરવાનો છે, કારણ કે આ સુવિધા તેમને રૂ. 5 લાખ સુધીના ઊંચા મૂલ્યના નાણાકીય વ્યવહારોને સરળ માસિક હપ્તામાં પરિવર્તન કરવા સક્ષમ બનાવશે.

એનાથી ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ મળશે, કારણ કે ગ્રાહકોને ઇએમઆઇનો તાત્કાલિક લાભ મળશે અને એ પણ સંપૂર્ણ ડિજિટલ રીતે. આ સાથે ગ્રાહક ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેમના સેવિંગ્સ એકાઉન્ટમાંથી સરળ ઇએમઆઇ પર તેમના મનપસંદ ગેજેટ ખરીદી શકે છે અથવા તેમના વીમાના પ્રીમિયમની ચુકવણી કરી શકે છે અથવા સ્કૂલની ફીની ચુકવણી કરી શકે છે.

આઇસીઆઇસીઆઈ બેંક એના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર તાત્કાલિક ઇએમઆઇની સુવિધા આપનારી બેંકિંગ ઉદ્યોગમાં પ્રથમ બેંક છે. બેંકે આ સુવિધા પૂરી પાડવા અગ્રણી ઓનલાઇન પેમેન્ટ ગેટવે કંપનીઓ બિલડેસ્ક અને રેઝરપે સાથે જોડાણ કર્યું છે.

અત્યારે ‘ઇએમઆઇ @ ઇન્ટરનેટ બેંકિંગ’ઓનલાઇન શોપિંગ પોર્ટલ્સ, વીમો, પ્રવાસ, શિક્ષણ – સ્કૂલ ફી અને ઇલેક્ટ્રોનિક ચેઇન્સ જેવી કેટેગરીઓમાં 1000થી વધારે મર્ચન્ટ માટે સક્ષમ બની છે. બેંક નજીકના ભવિષ્યમાં આ સુવિધા અંતર્ગત વધારે પેમેન્ટ ગેટવે કંપનીઓ, મર્ચન્ટ્સને લાવશે અને વધારે કેટેગરીઓ ઉમેરશે.

આ વિશે આઇસીઆઇસીઆઈ બેંકના અનસીક્યોર્ડ એસેટ્સના હેડ શ્રી સુદિપ્તો રૉયએ કહ્યું હતું કે, “અમે આઇસીઆઇસીઆઈ બેંકમાં હંમેશા અમારા ગ્રાહકોની સુવિધા વધારવા અને તેમને વધારે ઇનોવેટિવ સોલ્યુશનો ઉપલબ્ધ કરાવીને બેંકિગનો સરળ અને શ્રેષ્ઠ અનુભવ આપવા પ્રયાસ કરીએ છીએ.

અમે જોયું છે કે, અમારા ઘણા ગ્રાહકો બેંકના ઇન્ટરનેટ બેકિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વીમાનું પ્રીમિયમ, સ્કૂલની ફી, ઇલેક્ટ્રોનિક્સની ખરીદી કરવા કે વેકેશન માટે ચુકવણી કરવા ઊંચા મૂલ્યના નાણાકીય વ્યવહારો કરે છે.

અમારી લેટેસ્ટ ઓફર ‘ઇએમઆઇ @ ઇન્ટરનેટ બેંકિંગ’ઊંચા મૂલ્યના નાણાકીય વ્યવહારો માટે સરળતાપૂર્વક ઇએમઆઇની સુવિધા પૂરી પાડવાની સાથે તેમની એફોર્ડેબિલિટીમાં વધારો કરશે. આ ઓફર ગ્રાહકોને અતિ સુવિધાજનક બનશે, કારણ કે ગ્રાહકોને સંપૂર્ણ અનુભવ ડિજિટલ અને તાત્કાલિક મળશે. અમારું માનવું છે કે, આ સુવિધા અમારા લાખો પ્રી-એપ્રૂવ્ડ ગ્રાહકોને તેમની જરૂરિયાતો માટે ખરીદી સંપૂર્ણ કોન્ટેક્ટલેસ, તાત્કાલિક, ડિજિટલ અને સુરક્ષિત રીતે કરવા માટેની સુવિધા પ્રદાન કરશે.”

આ વિશે બિલડેસ્કના સહ-સ્થાપક અને ડાયરેક્ટર શ્રી કૌશલે કહ્યું હતું કે, “અમને બિલડેસ્ક પ્લેટફોર્મ પર ‘ઇએમઆઇ @ ઇન્ટરનેટ બેંકિંગ’સક્ષમ બનાવવા આઇસીઆઇસીઆઈ બેંક સાથે જોડાણ કરવાની ખુશી છે. એનાથી આઇસીઆઇસીઆઈ બેંકના ગ્રાહકોને બિલડેસ્ક દ્વારા સપોર્ટેડ તમામ મર્ચન્ટ્સ સાથે સરળ માસિક હપ્તાનો ઉપયોગ કરીને તેમની ઓનલાઇન ખરીદી સરળતાપૂર્વક કરવામાં ફાઇનાન્સ મળશે.”

રેઝરપેના પેમેન્ટ્સ પ્રોડક્ટના હેડ શ્રી ખિલાન હરિયાએ કહ્યું હતું કે, “આઇસીઆઇસીઆઈ બેંક સાથે અમારું જોડાણ રેઝરપેના શરૂઆતના દિવસો તરફ લઈ જશે અને અમારું વ્યવસાયો અને ગ્રાહકોને કેન્દ્રમાં રાખવાનું મિશન આને ફળદાયક બનાવવાનું જાળવી રાખશે. ઇન્ટરનેટ બેંકિંગ પર આ ઇએમઆઇ અમારા પાર્ટનર વ્યવસાયોને ઊંચા કન્વર્ઝન દર સાથે મૂલ્ય સંવર્ધિત બનાવશે અને ગ્રાહકને મોટી ચુકવણી સરળ અને વાજબી બનાવવાનો લાભ આપશે.”

નીચે ‘ઇએમઆઇ @ ઇન્ટરનેટ બેંકિંગ’સુવિધાના કેટલાંક ફાયદા આપેલા છેઃ

  • તાત્કાલિક અને ડિજિટલ પ્રક્રિયાઃ ગ્રાહકો તેમના ઊંચા મૂલ્યના નાણાકીય વ્યવહારોને બેંકના ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ મારફતે ચુકવીને તાત્કાલિક અને ડિજિટલ રીતે ઇએમઆઇમાં પરિવર્તિત કરી શકે છે.
  • વિવિધ પ્રકારના મર્ચન્ટ્સઃ ગ્રાહકો તેમના મનપસંદ ગેજેટ ખરીદવા કે વીમાના પ્રીમિયમની ચુકવણી કરવા કે તેમના બાળક માટે સ્કૂલ ફીની ચુકવણી કરવા કે વેકેશન માટે ચુકવણી કરવા આ સુવિધા પસંદ કરી શકે છે.
  • ઊંચા નાણાકીય વ્યવહારની મર્યાદાઃ ગ્રાહકો રૂ. 50,000થી રૂ. 5 લાખ સુધીની રેન્જના ઉત્પાદનો કે સેવાઓ ખરીદી શકે છે.
  • અનુકૂળ મુદ્દતઃ ગ્રાહકો ત્રણ મહિના, છ મહિના, નવ મહિના અને 12 મહિનામાંથી તેમની પસંદગીની મુદ્દત પસંદ કરી શકે છે.

અહીં ‘ઇએમઆઇ @ ઇન્ટરનેટ બેંકિંગ’સુવિધાનો લાભ લેવા સરળ સ્ટેપ આપેલા છેઃ

  • મર્ચન્ટ વેબસાઇટ/એપ પર પ્રોડક્ટ કે સર્વિસ પસંદ કરો>પેમેન્ટ મોડ તરીકે ‘આઇસીઆઇસીઆઈ બેંક ઇન્ટરનેટ બેંકિંગ’ પસંદ કરો
  • યુઝર આઇડી અને પાસવર્ડ એન્ટર કરો>પેમેન્ટની વિગતના પેજ પર ‘કન્વર્ટ ટૂ ઇએમઆઇ ઇન્સ્ટન્ટલી’ ટેબ પસંદ કરો
  • પેમેન્ટની મુદ્ત પસંદ કરો>રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી એન્ટર કરો અને પેમેન્ટ થઈ જાય છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.