ICICI બેંકે અમદાવાદમાં હેબતપુર રોડ પર એની 50મી શાખા ખોલી
- ICICI ગુજરાતમાં 350 શાખાઓ અને 850થી વધારે એટીએમ ધરાવે છે
અમદાવાદ: ICICI બેંકે અમદાવાદમાં હેબતપુર રોડ પર નવી શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. શહેરમાં બેંકની આ 50મી શાખા છે. આ શાખા એટીએમ સુવિધા પણ ધરાવે છે, જે 24X7 કાર્યરત હોય છે.
અવધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કાંતિભાઈ પટેલ અને માતૃભૂમિ ડેવલપર્સનાં પાર્ટનર શ્રી શશિકાંત પટેલે શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું.
ICICI બેંકનાં ગુજરાતનાં રિટેલનાં ઝોનલ હેડ શ્રી રાજેશ પટેલે કહ્યું હતું કે, “બેંક ગ્રાહકોને વૈશ્વિક કક્ષાનાં બેંકિંગ સોલ્યુશન પ્રદાન કરવામાં હંમેશા મોખરે છે. આ અમારી સફરમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને શહેરમાં વિસ્તૃત નેટવર્ક ગ્રાહકોનાં વિસ્તૃત સેગમેન્ટને સેવા આપવા પર અમારાં ધ્યાન કેન્દ્રિત કરવાનો પુરાવો છે. આ નવી શાખા હેબતપુરનાં વિકસતા વિસ્તારમાં લોકોને સેવા પૂરી પાડશે, જે નવા રહેણાંક સંકુલ, કમર્શિયલ સેન્ટર અને મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરાવે છે. આ શાખા વિસ્તારનાં ગ્રાહકોને બેંકિંગની રોજિંદી જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ બનાવશે તથા મોર્ગેજીસ, અન્ય લોન અને રોકાણ જેવી ઉત્પાદન અને સેવાઓની રેન્જ માટે મુખ્ય કેન્દ્ર સ્વરૂપે કામ કરશે.” શાખા સોમવારથી શુક્રવાર તેમજ મહિનાં પ્રથમ, ત્રીજા અને પાંચમા શનિવારે સવારે 9.30થી બપોરનાં 4.30 સુધી ખુલ્લી રહેશે.
બેંક એકાઉન્ટ, ડિપોઝિટ અને લોનની વિસ્તૃત રેન્જ ઓફર કરશે, જેમાં સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ, ટર્મ ડિપોઝિટ, ઓટો, હોમ, ગોલ્ડ, પર્સનલ અને બિઝનેસ લોન તેમજ ક્રેડિટ કાર્ડ સામેલ છે. શાખા એનઆરઆઈ (બિનનિવાસી ભારતીયો) માટે લોકર સુવિધાઓ અને સેવાઓ પણ ઓફર કરે છે. ICICI બેંક 31 માર્ચ, 2019નાં રોજ 4,874 શાખાઓ અને 14,987 એટીએમ ધરાવતી હતી. બેંક ગુજરાતમાં 350 શાખાઓ અને 850થી વધારે એટીએમ ધરાવતી હતી.