ICICI બેંકે ભારતનું સૌથી મોટું ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ ‘ICICI-સ્ટેક’ પ્રસ્તુત કર્યું
- રિટેલ અને બિઝનેસ એમ બંને ગ્રાહકોને સક્ષમ બનાવે છે તથા શાખાની મુલાકાત લીધા વિના ઘર કે ઓફિસમાંથી સતત અને શ્રેષ્ઠ ડિજિટલ બેંકિંગ સેવાઓનો લાભ મેળવી શકે છે
- ગ્રાહકો હવે એકાઉન્ટ ઓપનિંગ, લોન્સ, પેમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોટેક્શન સોલ્યુશન સુધીની લગભગ તમામ બેંકિંગ સેવાઓ ડિજિટલી હાથ ધરી શકે છે
મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંકે આજે દેશની સૌથી વિસ્તૃત ડિજિટલ બેંકિંગ સેવાઓ અને એપીઆઈ (એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ)નો સેટ ‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જેથી રિટેલ અને બિઝનેસ એમ બંને પ્રકારનાં ગ્રાહકોને બેંકિંગનો સતત અને શ્રેષ્ઠ અનુભવ મળે, જેમાં રિટેલર્સ, વેપારીઓ, ફિનટેક, મોટી ઇ-કોમર્સ કંપનીઓ, કોર્પોરેટ સામેલ છે. જ્યારે કોરોનાવાયરસ રોગચાળાને કારણે તેમનાં ઘરમાં રહીને કામ કરી રહ્યાં છે, ત્યારે આ સુવિધા તેમને અતિ ઉપયોગી પુરવાર થશે. એમાં ઘણી સેવાઓ ઉદ્યોગમાં પહેલી વાર પ્રસ્તુત થઈ છે અને બેંકના મોબાઇલ ફોન અથવા ઇન્ટરનેટ બેંકિંગ પ્લેટફોર્મ પર તાત્કાલિક ઉપલબ્ધ છે.
‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ એક જગ્યાએ ગ્રાહકોની બેંકિંગની લગભગ તમામ જરૂરિયાતો પૂરી કરે છે. એમાં ડિજટલ એકાઉન્ટ ઓપનિંગ (ઇન્સ્ટન્ટ સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ ઓપનિંગ), લોન સોલ્યુશન (ઇન્સ્ટન્ટ પર્સનલ લોન, ઇન્સ્ટન્ટ ક્રેડિટ કાર્ડ, હોમ લોનને તાત્કાલિક મંજૂરી, તાત્કાલિક કાર લોન, ઓવરડ્રાફ્ટની તાત્કાલિક સુવિધા, તાત્કાલિક બિઝનેસ લોન), પેમેન્ટ સોલ્યુશન (યુપીઆઈ, ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને બિલ પેમેન્ટ જેવા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશનો), રોકાણો (તાત્કાલિક એફડી, પીપીએફ, એનપીએસ અને અન્ય રોકાણ માટે એઆઈ સંચાલિત રોબો-એડવાઇઝરી), વીમો (ડિજિટલ ટર્મ અને હેલ્થ વીમો) અને કેર સોલ્યુશન (જીવન, હેલ્થ, કાર અને હોમ માટે વીમો) સામેલ છે.
ઉપરાંત ‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ પ્રથમ ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે, જે ઇન્સ્ટન્ટ એફડી કે ઇન્સ્ટન્ટ પીપીએફની સાથે સેવિંગ્સ એકાઉન્ટ તાત્કાલિક ખોલવા સક્ષમ બનાવે છે.
આ પહેલ વિશે આઇસીઆઇસીઆઈ બેંકનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી અનુપ બાગ્ચીએ કહ્યું હતું કે, “અમે ગ્રાહકોને છેલ્લાં થોડાં વર્ષોથી સિંગલ પ્લેટફોર્મ પરથી તમામ ડિજિટલ બેંકિંગ સેવાઓ ઓફર કરવા ‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ પર કામ કરી રહ્યાં છીએ. ‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ ડિજિટલ ઇન્ડિયાનું વિઝન પૂર્ણ કરવા ડિજિટલ સોલ્યુશન્સ અને મોટી ક્ષમતા ઊભી કરવા પરિવર્તિનશીલ અને પથપ્રદર્શક સફરનું પરિણામ છે. છેલ્લાં થોડાં અઠવાડિયા દરમિયાન કોરોનાવાયરસ રોગચાળાને પગલે અમે થોડી નવી ખાસિયતો ઉમેરી છે અને અમારા ગ્રાહકોને વિવિધ સોલ્યુશન ઓફર કર્યા છે, જેથી તેઓ સતત બેંકિંગ સેવાઓનો અનુભવ લઈ શકે છે.
મારું માનવું છે કે, ‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ એના હાલનાં સ્વરૂપમાં દેશમાં કોઈ પણ બેંકનું સૌથી વધુ વિસ્તૃત ડિજિટલ માળખું છે, કારણ કે આખા દેશમાં આ કરોડો રિટેલ ગ્રાહકો તેમજ વેપારીઓ, રિટેલર્સ, વ્યાવસાયિકો, ફિનટેક, સ્ટાર્ટ-અપ્સ, ઇ-કોમર્સ કંપનીઓ અને કોર્પોરેટને તેમની તમામ બેકિંગ જરૂરિયાતો ડિજિટલ અને દૂરસ્થ સ્થળેથી બેંકની શાખા કે ઓફિસની મુલાકાત લીધા વિના પૂરી પાડી શકે છે.
તાજેતરમાં પેમેન્ટ ફિનેટક સાથે જોડાણો કરવાથી ‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ની અંદર વિવિધ પ્રકારની સેવાઓ, એપીઆઈ અને વોલ્યુમ સંચાલન ક્ષમતા ઊભી થઈ હતી, જેથી રાતોરાત ઝડપી સંકલન સક્ષમ બન્યું હતું. અમારું માનવું છે કે, હાલની સ્થિતિમાં ‘આઇસીઆઇસીઆઈસ્ટેક’ તેમની કોઈ પણ બેંકિંગ જરૂરિયાતો પૂર્ણ કરવા સોલ્યુશન સાથે સજ્જ છે.”