Western Times News

Gujarati News

ICICI બેંકે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયો વચ્ચે ગિફ્ટ સેઝને પ્રોત્સાહન આપવા MoU કર્યા

બંને કંપનીઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયો વચ્ચે ગિફ્ટ સેઝને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરશે
બેંક વર્ષ 2016થી ગિફ્ટ સેઝમાં કાર્યરત છે

મુંબઈઃ આઇસીઆઇસીઆઈ બેંક અને ગિફ્ટ સેઝએ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયોને ગિફ્ટ સેઝમાં પ્રોત્સાહન આપવા સમજૂતીકરાર (એમઓયુ) કર્યા છે. આ વ્યવસાયોમાં આઇટી/આઇટીઇએસ અને નાણાકીય સેવાઓ સામેલ છે.

ગિફ્ટ સેઝ દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી) છે, જેને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ગિફ્ટ સેઝમાં પોતાના બેકિંગ વ્યવસાય સાથે આઇસીઆઇસીઆઈ બેંક વર્ષ 2016થી સંકળાયેલી અગ્રણી બેંકિંગ કંપની છે.

આજે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એમઓયુ પર આઇસીઆઇસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી વિશાખા મૂલ્યે અને ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ હસ્તાક્ષર કર્યા હતા. ગિફ્ટ સેઝની પ્રમોટર ગિફ્ટ સિટી આયોજનબદ્ધ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ પ્રદાન કરે છે, જે વોક-ટૂ-વર્ક વિભાવના, અદ્યતન માળખાગત સુવિધાઓ, કરવેરાના ફાયદા, વિવિધ પ્રોત્સાહનો, એકીકૃત નિયમનકાર અને સ્પર્ધાત્મક નિયમનકારક માળખા સાથે નાણાકીય અને ટેકનોલોજી સેવાઓની સંપૂર્ણ વ્યવસ્થા પૂરી પાડે છે.

આ એમઓયુ અંતર્ગત આઇસીઆઇસીઆઈ બેંક અને ગિફ્ટ સેઝ ગિફ્ટ સેઝમાં કામગીરી સ્થાપિત કરવા મૂડીબજાર કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સંયુક્તપણે આકર્ષિત કરશે. ઉપરાંત બંને કંપનીઓ ભારતીય અને વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફાઇનાન્સનો લાભ લેવા માટે પસંદગીના સ્થાન તરીકે ગિફ્ટ સેઝને પ્રોત્સાહન આપશે.

ગિફ્ટ સેઝ અને આઇસીઆઇસીઆઈ બેંકનો ઉદ્દેશ ભારતના ફિનટેક કેન્દ્ર તરીકે ગિફ્ટ સેઝને વિકસાવવાનો છે અને બંને કંપનીઓ સ્ટાર્ટઅપ્સ અને ફિનટેક કંપનીઓને ટેકો આપવા સંકલિત પ્રયાસો કરશે. તેઓ વેલ્થ મેનેજમેન્ટના વ્યવસાય માટે એક કેન્દ્ર તરીકે ગિફ્ટ સેઝને પ્રોત્સાહન આપવા સંકલિત રીતે કામ કરશે.

બંને કંપનીઓનો ઇરાદો ગિફ્ટ સેઝ ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ (જીઆઇસી) સ્થાપિત કરવા માટે જે આકર્ષક ખાસિયત ધરાવે છે એના વિશે જાગૃતિ લાવવાનો છે. એમઓયુનો અન્ય ઉદ્દેશ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ), પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (પીએમએસ), બ્રોકિંગ કંપનીઓ, વેન્ચર કેપિટલ, પ્રાઇવેટ ઇક્વિટી ફંડો અને કસ્ટોડિયન્સ જેવા ઉદ્યોગના હિતધારકો વચ્ચે મૂડીબજાર વ્યવસાયો સ્થાપિત કરવા સ્પર્ધાત્મક વ્યવસ્થા પૂરી પાડવા પસંદગીના સ્થાન તરીકે ગિફ્ટ સેઝને પ્રોત્સાહન આપવાનો છે.

આ પ્રસંગે આઇસીઆઇસીઆઈ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી વિશાખા મૂલ્યેએ કહ્યું હતું કે, “વર્ષોથી ભારત વિદેશી રોકાણ માટે પસંદગીના સ્થાન તરીકે બહાર આવ્યું છે. યુવાનોની મોટી વસ્તી, ઉપભોક્તાઓ વચ્ચે ઊંચી માગ અને સરકારની પ્રોત્સાહનજનક પહેલોએ ભારતના આર્થિક દ્રષ્ટિકોણને નોંધપાત્ર વેગ આપ્યો છે.

ગિફ્ટ સેઝ ભારતના સૌથી વધુ ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સહભાગી થવા દુનિયા અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયો સાથે જોડાણ સ્થાપિત કરવા ભારતીય વ્યવસાયો માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પ્રવેશદ્વાર બનશે. આઇસીઆઇસીઆઈ બેંકમાં અમારી વ્યૂહરચના અમારા તમામ ગ્રાહકો અને તેમની સંપૂર્ણ ઇકોસિસ્ટમને તમામ પ્રકારની બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાની છે.

એ મુજબ, ગિફ્ટ સિટીમાં અમારી શાખા અમારી વ્યૂહરચનાનું અભિન્ન અંગ છે, જે તમામ પ્રકારના વેપાર, ટ્રાન્ઝેક્શન બેંકિંગ, મૂડીબજારો, ટ્રેઝરી અને વેલ્થ મેનેજમેન્ટમાં ફોરેન કરન્સી બેંકિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. અમે ગિફ્ટ સેઝ સાથે કામ કરવા આતુર છીએ અને ગિફ્ટ સેઝમાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇકોસિસ્ટમ ઊભી કરવાની કામગીરી જાળવી રાખીશું.”

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ શ્રી તપન રેએ કહ્યું હતું કે, “છેલ્લાં થોડાં વર્ષોમાં ગિફ્ટ આઇએફએસસીએ હરણફાળ ભરી હોવાની સાથે એની કામગીરી વધારવા અગ્રણી ધિરાણ સંસ્થાઓ સાથે સમન્વય ઊભો કરવો જરૂરી છે. આઇસીઆઇસીઆઈ બેંક સાથે આ એમઓયુ આંતરરાષ્ટ્રીય ધિરાણ સંસ્થાઓ સાથે જોડાણને વેગ આપશે

અને ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ અને ઉત્પાદનો માટે પસંદગીના વ્યવસાયિક સ્થળ તરીકે વધારે પ્રોત્સાહન આપશે. ડિજિટલ સ્પેસમાં વહેલાસર પ્રવેશ કરવાનો આઇસીઆઇસીઆઈ બેંકને પ્રાપ્ત ફાયદો ફિનટેક કંપનીઓને આકર્ષવામાં મદદરૂપ પણ થશે અને ગિફ્ટ સિટીને ફિનટેક કેન્દ્ર તરીકે વિકસાવવામાં મદદ કરશે.”

બેંક અને ગિફ્ટ સેઝ સંયુક્તપણે આંતરરાષ્ટ્રીય રોકાણકારો, સંસ્થાઓ અને વ્યવસાયોની જરૂરિયાતો પૂરી કરવા સાહિત્ય અને રિપોર્ટ તૈયાર કરશે. ઉપરાંત બંને કંપનીઓ સેમિનારો, નોલેજ સીરિઝ, વેબિનાર, કોન્ફરન્સ, ફિઝિકલ અને વર્ચ્યુઅલ રોડશૉ દ્વારા આઇએફએસસી વ્યવસ્થા વિશે જાગૃતિ લાવવા ખભેખભો મિલાવીને કામ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.