Western Times News

Gujarati News

ICICI હોમ ફાઇનાન્સે ઇઝી હોમ ફાઇનાન્સ સાથે સહ-ધિરાણની ભાગીદારી કરી

જોડાણ એફોર્ડેબલ હાઉસિંગમાં ICICI HFCની કુશળતા અને ઇઝી (ઇઝી હોમ ફાઇનાન્સ લિમિટેડ)ની ટેકનોલોજી દ્વારા હોમ લોનની પેપરલેસ પ્રક્રિયાને લક્ષ્યાંક બનાવશે

મુંબઈ, ભારતની અગ્રણી મોર્ગેજ ટેક કંપની ઇઝી હોમ ફાઇનાન્સ લિમિટેડ (ઇઝી)એ દેશની અગ્રણી એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની પૈકીની એક આઇસીઆઇસીઆઈ હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડ (આઇસીઆઇસીઆઈ એચએફસી)એ દેશમાં એફોર્ડેબલ હોમ લોન્સનું વિતરણ કરવા સહ-ધિરાણ સમજૂતી કરી છે.

આ સમજૂતી કે જોડાણ એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં આઇસીઆઇસીઆઈ એચએફસીની કુશળતાનો અને ઇઝીની ટેક ક્ષમતાનો ઉપયોગ એફોર્ડેબલ હોમ લોનના ઝડપી વિતરણને સક્ષમ બનાવવા તથા લાખો ભારતીયોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે કરશે.

ઇઝી ભારતીય ઉપખંડમાં મોર્ગેજ ટેક સ્પેસમાં પથપ્રદર્શક છે. બીજી તરફ, અગ્રણી એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની પૈકીની એક આઇસીઆઇસીઆઈ એચએફસીએ રેગ્યુલર હોમ લોન, એફોર્ડેબલ હોમ લોન, એલએપી, માઇક્રો એલએપી, હોમ ઇમ્પ્રૂવમેન્ટ લોન અને ડેવલપર્સને કન્સ્ટ્રક્શન ફાઇનાન્સની રેન્જ પ્રદાન કરવામાં ચાવીરૂપ છે.

બંને પક્ષોની સંયુક્તપણએ કો-ઓરિજિનેશન, અંડરરાઇટિંગ અને વિતરણી કામગીરી નવા ઘરની ખરીદી કરતાં ગ્રાહકો માટે પ્રક્રિયાને સરળ બનાવશે. ઇઝીનું નીયો બેંકિંગ મોર્ગેજનું એસેટ-લાઇટ મોડલ અને આઇસીઆઇસીઆઈ એચએફસીના ગ્રામીણ-શહેરી જોડાણ સાથે ડિજિટલ હોમ લોન્સના સમન્વય માટે બહોળી પહોંચ ગ્રાહકોને હોમ લોનની પ્રોસેસ ઝડપી બનાવવામાં મદદરૂપ થશે.

ઇઝી હોમ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રોહિત ચોખાનીએ કહ્યું હતું કે, “આઇસીઆઇસીઆઈ હોમ ફાઇનાન્સ સાથે અમારું લાંબું જોડાણ એફોર્ડેબલ હોમ લોન્સ પ્રદાન કરવા અને વધારે ભારતીય ઘરો સુધી પહોંચવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

બજારમાં અસરકારક પેપરવર્ક, વાજબી ખર્ચ અને સરળતાપૂર્વક હોમ સોન્સ ઓફર કરવા અમે આ સફર શરૂ કરી છે. વધારે ગ્રાહક-કેન્દ્રિત બનવાના અને અમારી ભૌગોલિક પહોંચ વધારવાના સામાન્ય ઉદ્દેશ સાથે અમારો હેતુ અમારા ગ્રાહકોના મકાનના માલિક બનવાની સફરને સરળ બનાવશે, તો તેમને અતિ-રસપ્રદ ડિજિટલ અનુભવ આપીશું.

ઉપરાંત હવે ગ્રાહકો બંને દુનિયાની શ્રેષ્ઠ સુવિધાઓ – આઇસીઆઇસીઆઈ એચએફસીના વિશ્વાસ અને અનુભવ તથા ઇઝીની ટેક-કેન્દ્રિત ઓફરનો લાભ મેળવી શકશે.”

આ જોડાણ પર આઇસીઆઇસીઆઈ હોમ ફાઇનાન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી અનિરુદ્ધ કામાણીએ કહ્યું હતું કે, “અમને લાખો ભારતીયો માટે ઘરના માલિક બનવાનું સ્વપ્ન સાકાર કરવા અમારા વિઝનને આગળ વધારવા ઇઝી હોમ ફાઇનાન્સ સાથે જોડાણ કરવાની ખુશી છે.

આ જોડાણ અમને અમારા ગ્રાહકો માટે મકાન ખરીદવાનો અનુભવ સરળ બનાવવા અને વાજબી હોમ લોન્સ પ્રદાન કરવામાં અમને મદદરૂપ થશે. અમે ઇઝી હોમ ફાઇનાન્સ સાથે લાંબા ગાળાનો સંબંધ સ્થાપિત કરવા અને તમામ માટે મકાનના સ્વપ્નને સાકાર કરવા ટેકો આપવાના અમારા સામાન્ય લક્ષ્યાંક માટે કામ કરવા આતુર છીએ.”

આ જોડાણ ગ્રાહકોને અનેક રીતે લાભદાયક પુરવાર થશે, જેમ કે હોમ લોનની લાંબી પ્રક્રિયા અને પેપરવર્કની મુશ્કેલી દૂર કરશે.

ઇઝી હોમ ફાઇનાન્સ લિમિટેડએ અગાઉ ESAF બેંક સાથે MaaS (મોર્ગેઝ એઝ એ સર્વિસ)ની જાહેરાત કરી હતી અને હવે આઇસીઆઇસીઆઈ હોમ ફાઇનાન્સ સાથે જોડાણ ભારતની અગ્રણી મોર્ગેજ ટેક કંપની તરીકે વૃદ્ધિ અને વિસ્તરણ કરવા આગામી પગલું છે.

આ તમામ ઇઝીના પ્રોપ્રાઇટરી હોમઑનરશિપ ટેકનોલોજી પ્લેટફોર્મ ‘ફોક્સ’ સાથે જ શક્ય છે, જે તેની તમામ ભાગીદારીઓનો ઉપયોગ કરશે. કંપનીએ અગાઉ એના સીરિઝ-એ રાઉન્ડમાં સ્થાનિક પ્રાઇવેટ ઇક્વિટી એક્સપોનેન્શિયા કેપિટલ તેમજ હાર્બરફ્રન્ટ જાપાન, ફિનસાઇટ વીસી, રાસા ફ્યુચર ફંડ, નેવિદા કેપિટલ સ્વીડન અને ઇન્ટિગ્રા સોફ્ટવેર પાસેથી ફંડ ઊભું કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.